SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મહત્યા પરમાત્માનો આભાર માન્યો. આલ્બર્ટ આ હૃદયપલટો કરવામાં મર્સિડીસનો હાથ તેને ચેખે દેખાયો. તે બાઈએ પોતાના પતિની - કળની - ગુખ વાત પોતાના પુત્ર આગળ પ્રગટ કરી દીધી હતી, અને પિતા પ્રત્યે એ જુવાનિયાના અંતરમાં સહેજ પણ સદભાવ ન રહે એ જોખમ ખેડયું હતું. એમ કરીને આ ઢંદ્વયુદ્ધ અટકાવી શકાશે એ ખાતરી હોવાથી જ, તેણે કાઉન્ટ પાસે આલ્બર્ટનું જીવન આગલે દિવસે આટલા બધા આગ્રહથી માગ માગ કર્યું હતું! 40 આત્મહત્યા ઘેર જઇને આલબર્ટે પોતાની બધી ચીજોની યાદી કરી દીધી અને ટેબલ ઉપર ઝટ દેખાઈ આવે તે રીતે દબાવીને મૂકી. ત્યાર બાદ ભીંત ઉપરથી પિતાની વહાલી માતાનું એક મોટું રંગીન ચિત્ર હતું તે ઉતાર્યું, તથા તેને ચોકઠામાંથી કાઢી લઈ તેને વટો કર્યો. એ એક જ વસ્તુ લઈને તે આ ઘરમાંથી હંમેશને માટે નીકળી જતો હતો. આ બધું પૂરું થઈ રહેવા આવ્યું, તેવામાં ગાડીના ખખડાટ પરથી તેણે જાણ્યું કે તેના પિતા ગાડીમાં બેસીને કયાંક બહાર ગયા. ત્યાર બાદ આલ્બર્ટ પોતાની માતાના ઓરડામાં ગયો. ત્યાં પણ એ જ સ્થિતિ હતી. આલબર્ટે માના ગળાની આસપાસ હાથ વીંટાળી દીધા અને પૂછ્યું, “મા! તું શું કરે છે?' “અને અત્યાર સુધી શું કરતો હતો, બેટા? હું પણ અહીંથી ચાલી નીકળું છું, અને મારો પુત્ર મને સાથે લઈ જશે, એવી મને ખાતરી છે.” - “પણ મા, હું તો બધું છોડીને જાઉં છું. હું આ ઘરમાંથી કશું વેવા નથી. મારું ખાવાનું હું કમાઈ શકે તેવો થાઉં તે પહેલાં એક
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy