________________
ગુસ ધનભંડાર બે અતિશય તવંગર માણસે તે પદ ખરીદવા તૈયાર થયા : એક તો જન રોસ્પીગ્લઓસી, જે ધર્મપીઠોની ચાર ઊંચામાં ઊંચી ગાદીઓને ધણી હતો; અને બીજો સીઝર પાડા, જે રોમના ઊંચા ખાનદાનને તથા સૌથી વધુ તવંગર ઉમરાવ હતો.
““તે બે જણાએ ખૂબ પૈસા આપીને કાર્ડિનલની ગાદીઓ ખરીદી. તેઓ કાર્ડિનલ બનતા પહેલાં જે આઠ ગાદીઓ ધારણ કરતા હતા, તે ગાદીએ બીજા આઠ જણને વેચીને પપે પાછા વધુ પૈસા ઉપજાવ્યા.
“પરંતુ હજુ પિપના કાવતરાની શરૂઆત જ થઈ હતી! તેણે પ્રથમ તો એ બંને કાર્ડિનલોને ખૂબ માનપાન આપીને, પોતાની બહારની બધી મિલકતો વેચી કાઢી રોમમાં જ આવીને સ્થિર થવા લલચાવ્યા. ત્યાર બાદ પિપે તે બંનેને એક દિવસ જમવા નિમંત્રણ આપ્યું.
“રોસ્પીગ્લીસી તો પોતાને મળેલા નિમંત્રણથી ખુશખુશ થઈ ગયો; પણ સ્પાડા વધુ ડહાપણવાળ હતા. તે સમજી ગયો કે એ નિમંત્રણમાંથી પાછા આવતા ઘેર આવવાનું નથી. તેણે તરત પોતાની મિલકતનું વીલ પોતાના ભત્રીજાને નામે બનાવી દીધું અને પોતે પિપના નિવાસસ્થાને પહોંચે તે પહેલાં રસ્તામાં પોતાને ભેગા થવા માટે તાકીદને સંદેશો ભત્રીજાને મોકલ્યો.
“પરંતુ ભત્રીજો નોકરને ભેગો થઈ શક્યો નહીં. પેપને ત્યાં પહોંચીને પાડાએ જોયું તો પોતાનો ભત્રીજો પોપના ટેબલે જ બેઠો હતો. સ્પાડા સમજી ગયો કે પોપે બધી પેરવી પહેલેથી જ કરી લીધેલી છે.
““સ્પાડા પિતાના ભત્રીજાને માત્ર એટલું જ પૂછી શક્યો કે, તને મારો સંદેશો મળ્યો હતો કે નહિ? ભત્રીજાએ ના પાડી. પણ સાથે સાથે તે પોતાના કાકાના પ્રશ્નનું રહસ્ય સમજી ગયો. પરંતુ તે વખતે બાજી હાથથી ચાલી ગઈ હતી, કારણ કે, તેણે પિપે આપેલો કીમતી