SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કર આશા અને ધીરજ આવ્યા પછી ડાન્ટને બાવાજીને ફરીથી ખજાનાની વાતનું ગાંડપણ ઊપડેલું જોતાં ઘણું દુઃખ થવા લાગ્યું. બાવાજી એ વાત ભૂલી જાય તે સારું, એમ માનીને આખો દિવસ તે તેમની ખેતીમાં ગયો જ નહિ. છતાં સાંજ પડતાં જ બાવાજી પોતે માહપરાણે ઘસડાતા ઘસડાતા ડાન્ટની ખેલીએ આવ્યા. ડાન્ટેએ ગળગળા થઈ તેમને બાકોરામાંથી ઉપર ખેંચી લીધા. બાવાજીએ ડાન્ટેને તેના અવિશ્વાસ બદલ મીઠો ઠપકો આપ્યો અને પ્રથમ પોતાની વાત શાંતિથી સાંભળી લેવા કહ્યું: - “કાર્ડિનલ સ્પાડાને સેક્રેટરી હત; અને જે કાંઈ સુખશાંતિ મે મારા જીવનમાં અનુભવ્યાં છે, તે બધાં તેમને જ આભારી છે. કાર્ડિનલ પાડા બહુ શ્રીમંત ન હતા, જોકે તેમના જૂના કુટુંબની શ્રીમંતાઈ તે આખા ઇટાલીમાં કહાણીરૂપ હતી. “સ્પાડા જેટલો શ્રીમંત” એમ કહે, એટલે કલ્પનાતીત ધનવાળો એ જ અર્થ થતો. હું તેમના ભત્રીજાને ભણાવતે અને તેમના મહેલમાં જ રહે. તે બધા ભત્રીજાઓ ગુજરી ગયા પછી પણ હું કાર્ડિનલ સ્પાડાના ઉપકારો યાદ કરી, તેમને સેબત આપવા તેમની પાસે જ રહેવા લા “કાર્ડિનલ સ્પાડા બધી રીતે શાણા તથા વિચારવાન પુરુષ હતા; પરંતુ અવારનવાર પોતાના મોટા ગ્રંથાલયમાં જૂની હસ્તલિખિત પોથીએમાં તે કાંઈ ને કાંઈ શોધ્યા કરતા. એક વખત મેં તેમને તે અંગે નમ ઠપકાની ભાષામાં કંઈક કહ્યું, ત્યારે તેમણે મને રોમના ઈતિહાસનું એક પુસ્તક કાઢીને તેમાંથી પોપ એલેકઝાન્ડર છઠ્ઠાના જીવનચરિત્રવાળો ભાગ વાંચવા આપ્યો. એક પ્રકરણમાં તે પપે તથા સીઝર બોજિયાએ મળીને પૈસા મેળવવા જે કાવતરું કર્યું હતું, તેની વાત આ પ્રમાણે આપેલી હતી :- “તેમણે કાર્ડિનલોની બે ગાદીઓ ઊભી કરી અને મોટામાં મોટી કિંમત આપનારને તે વેચવા કાઢી, રોમના
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy