________________
મુલાકાતે ગમતી અને અણગમતી ૧૬૩ પરંતુ તે પોતાના મોભા પ્રમાણે કોઈ રાજવંશી સાથે જ લગ્નસંબંધ ગોઠવવા ઈચ્છશે, નહિ વારુ?'
કંઈ નહિ; ઇટાલીના ઘણા ઉમરાવો સામાન્ય છોકરીઓ સાથે પરણે છે. પણ તમે આ બધા પ્રશ્ન શા માટે પૂછો છો? તમારા મનમાં એડ્યિા માટે કોઈ છોકરી છે કે શું?”
સાચું કહું તો હું મારી પોતાની દીકરીને જ વિચાર કરું છું.’ પણ તેને વિવાહ તો આલ્બર્ટ મૉર્સર્ફ સાથે કરેલ છે ને”
મેં અને શ્રી. મૉર્સર્સે આ વિવાહની ચર્ચા ઘણી વાર કરેલી છે, એ સાચું; પણ...”
તે પછી આલ્બર્ટ શું ખોટ છે? તે તમારી દીકરી જેટલો તવંગર નહિ હોય, પણ તે મોટા ઉમરાવ કુટુંબને તે છે જ!”
‘ઉમરાવ કુટુંબનો? અને તે પણ મોટા ? જવા દો એ વાત. જુઓ કાઉટ, મને મારા કુળની વાત છુપાવવાની ટેવ નથી, હું મૂળ એક સામાન્ય કારકુન હતું, પરંતુ પછીથી મેં મારા ધનથી અને પુરુષાર્થથી બૅરનને ઇલકાબ રાજ્ય પાસેથી મેળવ્યો છે. ત્યારે મોર્ચર્ફ પિતાને કાઉંટ કહેવરાવે છે, પણ તે રાજ્ય તરફથી મળેલા ઇલકાબની રૂએ નહિ, પણ પિતાની મેળે જ; ખરી રીતે તે કાઉંટ છે જ નહિ!
“અશકય !'
સાંભળો મહેરબાન; હું તેને ૩૦ વર્ષથી ઓળખું છું. હું જ્યારે સામાન્ય કારકુન હતો, ત્યારે તે એક માછીમાર હતો.”
તે વખતે તેનું નામ શું હતું?' ફર્નાન્ડ મોન્ટેગો.' તમને બરાબર ખાતરી છે?”
અરે, તેની પાસેથી મેં સારી પેઠે માછલાં ખરીદ્યાં છે, એટલે હું જાણું ને !”
“તે પછી તમે તમારી દીકરી એ માછીમારને પરણાવવા શા માટે કબૂલ થયા હતા?