________________
ત્રીજો હુમલે બન્યો છે, તે હું જ જાણું છું. મારી છેવટની ઘડીએ હું તને મારા અંતરથી આશીર્વાદ આપતા જાઉં છું કે તું સુખી થજે; ઈશ્વર તારું ભલું કરો!”
ડાન્ટેએ ઘૂંટણિયે પડી પોતાનું માથું બાવાજીના હાથ આગળ ટેકવી દીધું. બાવાજીએ તેના ઉપર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું: “બેટા, આ આખરી ઘડીએ મારી આંખ આગળનાં પડળ ખૂલી ગયાં છે. મને સ્પાડાનો ભંડાર પ્રત્યક્ષ દેખાય છે. હું જ્યારે છૂટે ત્યારે મારા આ શબ્દો ઉપર વિશ્વાસ રાખી જરૂર મોન્ટેક્રિસ્ટો ટાપુ ઉપર જજે. તું એ ભંડારનો નિઃસંકોચ ઉપયોગ કરજે. તે ઘણું દુ:ખ વેઠયું છે; હવે તારા સુખના દિવસો જ નજીક આવો!”
બાવાજીના એ છેલ્લા શબ્દો હતા. ડાન્ટેએ તેમના મેમાં દવાનાં બાર ટીપાં રેડી દીધાં; પણ કંઈ અસર થયેલી ન જણાતાં આખી શીશી જ ઠાલવી દીધી. પણ બાવાજીના આખા શરીરે ભયંકર તાણો શરૂ થઈ, અને તેને અંતે ચીસો. ત્યાર બાદ તે નિશ્રેષ્ટ થયા. પછી બાવાજીના શરીરમાં એક ભયંકર આંચકો આવ્યો, અને તેમની આંખે બીક લાગે તેવી ફાટી ગઈ. ત્યાર બાદ ફરી એકદમ આખું શરીર જડ-
નિશ્રેષ્ટ થઈ ગયું. ડાન્ટ શૂનમૂન થઈ, બાવાજીની એ ફાટેલી આંખ સામું જોતા બેસી રહ્યો. છેક સવારે છ વાગ્યા અને પ્રકાશનાં થોડાં કિરણ જાળિયામાંથી અંદર આવ્યાં ત્યારે જ પહેલી વાર ડાન્ટેને ખબર પડી કે, તે કયારનો એક મડદા પાસે જ બેસી રહ્યો હતે.
જેલરના આવવાનો વખત થયો હોવાથી ડારે તરત બધું ઠીકઠાક કરી, પિતાની ખેલી તરફ નાઠો. જેલર ડાન્ટને નાસ્તો આપી, એબ ફેરિયાને નાતે આપવા ચાલ્યો. ત્યાં શું થાય છે તે જોવા તરત ડાન્ટ સુરંગમાં થઈને એબ ફેરિયાની ઓરડી તરફ દેડયો.
બાવાજીની ખેલીમાંથી જેલર બૂમો પાડીને બહારથી માણસોને બોલાવતો હતો. બીજા માણસો આવ્યા પછી થોડી વારે ખબર મળતાં ગવર્નર પણ આવ્યો. તેના હુકમથી ડાકટરને મરણ-સર્ટિફિકેટ આપવા માટે બેલાવવામાં આવ્યો.