________________
આશા અને ધીરજ જુદી ચીજો તેને બતાવી. એક ખાડામાં ચકમકના પથ્થર, કપડાના ડૂચા, ચામડીની ખસ ઉપર ઘસવા માગી રાખેલો ગંધક અને ખોરાકમાંથી બચાવી રાખેલી ચરબી વગેરે દીવો સળગાવવાની સામગ્રી હતી! બીજા ખાડામાં કપડાં, ચાદર વગેરેના ધાગામાંથી વણીવણીને બનાવેલી દોરડાની નાની સરખી નિસરણી હતી! પણ ત્રીજા ખાડામાં તો કપડા ઉપર માછલીના પાતળા હાડકાની સળી વડે, ધુમાડિયામાંથી ખેતરીને પાડેલી મેશને રવિવારે મળતા દારૂમાં ઓગાળીને બનાવેલી શાહીથી લખેલો ઇટાલીને ઇતિહાસ અને તેના એકીકરણની યોજનાનો ગ્રંથ તેમણે બતાવ્યો !
ડાન્ટેએ તેમને પૂછ્યું, “બીજા ગ્રંથની મદદ વિના આવો ગ્રંથ એકલા બેસી તમે શી રીતે લખી શક્યા?
બાવાજીએ કહ્યું, “મારા કાર્ડિનલના પુસ્તકાલયમાં પાંચ હજાર ગ્રંથ હતા. તે બધાને અભ્યાસ કરી તેમાંથી મેં દોઢસો ગ્રંથ અભ્યાસના મૂળ જ્ઞાન માટે આવશ્યક ગણી જુદા તારવ્યા હતા. તે દોઢસો ગ્રંથ વારંવાર વાંચી મેં લગભગ મોઢે કરી નાખ્યા હતા. તે યાદ કરેલા ગ્રંથો મારી સાથે જેલમાં આવ્યા છે!”
ફેરિયા બાવાને જર્મન, ફેંચ, ઇટાલિયન, ઇંગ્લિશ અને સ્પેનિશ એટલી ભાષા આવડતી હતી; અને પ્રાચીન ગ્રીક ભાષાની મદદથી અર્વાચીન ગ્રીક ભાષાના હજાર શબ્દો તારવી કાઢી, તેમની મદદથી પિતાને કહેવાનો ભાવ આધુનિક ગ્રીક ભાષામાં કેવી રીતે કહી શકાય તેની કસરત તેમણે કર્યા કરી હતી !