SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ બટુંકિની કબૂલાત ૧૩ મેં કરેલા એક ખૂનના કારણે મારે છુપાવું પડે તેમ હોવાથી જ હું દાણચેરીના ધંધામાં પડ્યો હતો. જેલમાંથી છૂટયો હોવાથી મને કોઈ નોકરીએ રાખે નહિ એ હું સમજું છું. પરંતુ બાવાજી આગળ મેં મારી બધી કબૂલાત કરી છે; અને આપ જો મને આપની નોકરીમાં રાખશો, તો હું આપને ખરીદેલો ગુલામ થઈને રહીશ, અને આપ નામદારનો ઉપકાર કોઈ દિવસ નહિ ભૂલું.’ કાઉન્ટ તરત જ બટુંકિયોને પોતાના ભંડારીની જગ્યાએ નીમી દીધો. બટ્ટુકિયો પોતાનામાં મુકાયેલા આ વિશ્વાસથી અર્ધા અર્ધા થઈ ગયો. અને જીવજાનથી કાઉન્ટની સેવા કરવાની કોશિશ કરવા લાગ્યો. એબ બની અને કાઉન્ટ મેન્ટેક્રિસ્ટો ખરી રીતે એક જ વ્યક્તિનાં બે રૂપ હતાં: એડમંડ ડાન્ટનાં. ડાન્ટેએ મોન્ટેક્રિસ્ટો ટાપુ ટસ્કનીની સરકાર પાસેથી ખરીદી લીધો હતો અને તે સરકારે તેને તે ટાપુના કાઉન્ટનું પદ આપ્યું હતું.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy