________________
૧૨૨
આશા અને ધીરજ કામમાંથી છોડાવવા અને સારે ઠેકાણે નોકરીએ રખાવવવા માટે પોતાના તવંગર મિત્ર કાઉંટ મોન્ટેનક્રસ્ટો ઉપર ભલામણ-ચિઠ્ઠી લખી આપી.
એબ બુસેની પાસેથી ચિઠ્ઠી લઈને બટુંકિયે પ્રથમ તે પિતાની ભાભીની ખબર કાઢવા પોતાના વતન તરફ દોડયો. ત્યાં બહુ કારમાં સમાચાર તેની રાહ જોઈ રહ્યા હતા. બટુંકિયોની ગેરહાજરીમાં તેની ભાભી પાસે બેનેડીટોએ હંમેશની જેમ પૈસા માટે તગાદો શરૂ કર્યો હતે. બર્ટોકિયોની સલાહથી આ વખતે તેની ભાભીએ પૈસા બેનેડીટોના હાથમાં આવે તેમ પોતાની પાસે ન રાખતાં, બહાર ક્યાંક સુરક્ષિત રાખ્યા હતા. બેનેડીટ એ ખૂબ ધમપછ ડા કરવા છતાં જ્યારે તેને પૈસા ન મળ્યા, ત્યારે તેણે એક ભયંકર ઉપાય અજમાવ્યો. મોડી રાતે પોતાના બે-ત્રણ લફંગા મિત્રોને લઈને તે ઘરમાં આવ્યો અને બારીબારણાં બંધ કરી, બટુંકિયોની ભાભીને પકડી તેના પગનાં તળિયાં નીચે બળતી સગડી મૂકી; તથા પૈસા કયાં છુપાવ્યા છે તે બતાવી દેવા જણાવ્યું.
પેલી બિચારી બેનેડીટોની આ નાલાયકી જોઈ ડઘાઈ ગઈ અને વેદનાની મારી બદમાશોના હાથમાંથી છૂટવા તરફડિયાં મારવા લાગી. એટલામાં તેના પગ તરફના કપડાની ફડક એકદમ સળગી ઊઠી. એટલે પોતે સળગી મરવાની બીકથી પેલા બદમાશોએ તેને હાથમાંથી છોડી દીધી. પેલી બિચારી ચીસો પાડતી બહાર ભાગવા ગઈ, પણ બધાં બારીબારણાં બંધ કરી દીધેલાં હતાં એટલે થોડી વારમાં તે બફાઈને ભડથું થઈ ગઈ.
બીજે દિવસે પડોશીઓએ બારણાં તેડીને ઉઘાડ્યાં, ત્યારે બટુંકિયોની ભાભીમાં નામમાત્રને જીવ બાકી રહ્યો હતો. ઘરમાં બધું તોડીફોડીને રફેદફે કરવામાં આવ્યું હતું તથા વેચી ખવાય તેવી બધી ચીજો ઊપડી ગયેલી હતી. તે દિવસથી બેનેડીટોને કયાંય પત્તો ન હતે.
બટુંકિયો ખૂબ ખિન્ન થઈને ત્યાંથી પાછો ફર્યો અને એબ બુસેનીવાળી ચિઠ્ઠી લઇને કાઉન્ટ મોન્ટેક્રિસ્ટો પાસે ગયો. કાઉન્ટ એબ બુસોનીની ચિઠ્ઠી વાંચીને તેને થોડાઘણા પ્રશ્નોત્તર કર્યા. બકિયાએ લાગણીવશ થઈને જણાવ્યું: “નામદાર, હું મૂળે કોર્સિકાનો ક્ષત્રિય છું;