SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ હૃદયે, ઝેરનાં ભરેલાં સૌ દિમૂઢ થઈ ગયાં. ઍકિસમિલિયન બોલી ઊઠ્યો, “કાઉન્ટની આંખોમાં મને કોણ જાણે શાથી, આપણા પિતાજીની મમતાભરી આંખો જ દેખાય છે!' જુલી વિચારમાં ડૂબી ગઈ હોય તેમ બોલી, “ભાઈ, મને અત્યારે બે કે ત્રણ વાર એમ થઈ આવ્યું કે, કાઉન્ટનો અવાજ પહેલાં મેં જરૂર આપણા ઘરમાં સાંભળ્યો છે.' હૃદયે, ઝેરનાં ભરેલાં મૅડમ વિલેફૉટે ઘેર જઈને બે કામ કયાં: ઘોડાના અકસ્માતનો આખો પ્રસંગ મૅડમ ડેલર્સને વિગતવાર લખી જણાવ્યો; અને પોતાના પતિને આગ્રહ કરીને કાઉન્ટને ઘેર આભાર વ્યકત કરવા મેકલ્યો, જેથી કદાચ કાઉન્ટ સામી મુલાકાતે પોતાને ત્યાં આવે! કાઉન્ટ તે પ્રમાણે મેડમની મુલાકાતે આવ્યો. વિલેફોર્ટને બીજે કયાંક જમવાનું આમંત્રણ હોવાથી તે બહાર ગયો હતો; મેડમે કાઉન્ટનો ભાવભર્યો સત્કાર કર્યો. મૅડમનો સુપુત્ર એડવર્ડ પાસે જ રમતો હતો તથા પાંજરામાંના પંખીનાં પીંછાં તથા ચિત્રપોથીમાંથી મેંઘાં ચિત્રો મનની મોજ પ્રમાણે ખેંચી કાઢીને પંખીના તથા માતાના ચિત્કારોને હસી કાઢતો હતો. | મૅડમે શિષ્ટાચાર પ્રમાણે પોતાના પતિની પહેલી વારની પત્ની રેનીની એકમાત્ર પુત્રી વેલેન્ટાઇનને પણ બોલાવી મંગાવી તથા કાઉન્ટને તેનું ઓળખાણ કરાવ્યું. વેલેન્ટાઈન તે વખતે બંગલાના મોટા બગીચાની આસપાસની મોટી દીવાલમાંના એક ઝાંપા બહાર ઊભેલા પોતાના
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy