SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ લગ્ન કેક થયું ! ઍકિસમિલિયનને દેખી વેલેન્ટાઇન એકદમ ચીસ જ પાડતી હતી, તેવામાં મૅકિસમિલિયને ઝટ પાસે જઈ તેને શાંત રહેવા નિશાની કરી; તથા દશ વાગી ગયા છતાં તે ન આવી એટલે ચિંતામાં પોતે કેવી રીતે અંદર આવ્યો, તેટલી વાત તેને કહી દીધી. વેલેન્ટાઇન ગભરાઈ ઊઠી; કારણ કે તરત જ તેના પિતાના ઓરડાનું બારણું ઊઘડવાનો અવાજ આવ્યો; અને વિલેફૉર્ટ દાક્તરને વિદાય કરવા દાદરના નીચેના બારણા સુધી ગયો. પછી ત્યાંનું મુખ્ય બારણું રાત પૂરતું ચાવીથી બંધ કરી, તે બગીચા તરફના બારણા પાસે ગયો. તેને પણ ચાવી દઈ, તે પાછો ફર્યો. વેલેન્ટાઇને ઍકિસમિલિયનને કહ્યું, “હવે તમે આ તરફના એકે બારણેથી મકાનમાંથી બહાર નહિ નીકળી શકો. હવે મારા દાદાના ઓરડામાંનું પાછલે બારણું જ તમારે બહાર નીકળવા માટે બાકી રહ્યું. તમે જલદી ત્યાં જ ચાલો.’ પરંતુ ત્યાં આવવું પણ સલામત છે ખરું?” હા, તે તરફ અત્યારે કોઈ નહીં આવે; ઉપરાંત મારા દાદાને વફાદાર નોકર બેરોઈસ મારા દાદાની પરવાનગી વગર કોઈને અંદર આવવું રોકી પણ શકે છે. ઉપરાંત મારા દાદાની સાથે એક વાર આમેય મારે તમને ભેગા કરવા જ હતા, કારણ કે, હવે મારા ઉપરની લાગણીથી મને મદદ કરવા ઇચ્છે એવા એ એક જ બાકી રહ્યા છે.' બંને જણ ઝટપટ એ ઓરડામાં દાખલ થયાં. ડોસા ઍકિસ
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy