SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કબદાક્તર દર એવરીની ૧૭૧ તે મરેલા માણસના ખૂનીને સજા કરવાની વાત આ વખત પૂરતી હું પડતી મૂકું. જોકે દાક્તર તરીકે મારે એમ ન કરવું જોઈએ.’ “હા હા; દાક્તર, હું જરૂર સાવચેતી રાખીશ, અને તમારો ઉપકાર હું કદી નહીં ભૂલું.” આટલી વાત પૂરી થતાં વિલેફૉર્ટ દાક્તરને હાથ પકડી તેમને પિતાના ઘરમાં લઈ ગયો. મેકિસમિલિયનને એટલી ખાતરી તે થઈ ગઈ કે, મેડમનું મૃત્યુ થવાથી લગ્નની વાત આજ પૂરતી તે બંધ રહી જ હેવી જોઈએ; એટલે હવે ત્યાં વધુ થોભવાની જરૂર નથી. પરંતુ વેલેન્ટાઇનનાં દાદાદાદીનાં ઉપરાઉપરી થયેલાં મરણ તથા દાક્તરે હમણાં કરેલી વાત પ્રમાણે વેલેન્ટાઇન અને બેરોઇસ ઉપર ઝેર દીધાની જતી શંકા, એ બધી બાબતો તેના મગજમાં એવી અટવાઈ રહી છે, મકાનની એક ખુલ્લી બારીમાં દીવાના પ્રકાશ આગળ વેલેન્ટાઈનને પસાર થતી જોતાંવેંત જ તે ઘર તરફ સીધો દોડ્યો અને દાદર ચડી ગયા. સદભાગ્યે દાકાર સાથે તે વખતે વિલેફૉર્ટ પોતાના ઓરડામાં બંધબારણે વાત કરતો હતો, એટલે ઍકિસમિલિયન સીધો આગળ વધ્યો અને વેલેન્ટાઇનને જે ઓરડામાં જોઈ હતી તે તરફ અંદાજે જઈ પહોંચ્યો. બારણું ધકેલતાં જ ઊઘડી ગયું. અંદર એક પથારી ઉપર મૅડમનું શબ ઢાંકેલું પડયું હતું, અને પાસે વેલેન્ટાઇન ઘૂંટણિયે પડી એકાદ પ્રાર્થના બોલવાની શરૂઆત કરતી હતી.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy