SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ 242 આશા અને ધીરજ ઠીક, ત્યારે જો આ ગોળી હું તને આપું છું. એ ગોળીથી તારી બધી ચેતના તે સદંતર ગુમાવી એમ તને લાગશે. પણ ઊંડે ઊંડે પણ મનમાં મૂંઝાઈશ નહિ, તથા જ્યારે જાગે ત્યારે તને ચારે તરફ અંધારું દેખાય, કે તું જાણે જમીનમાં દટાઈ ગઈ છે એવું લાગે તો પણ ગભરાઈશ નહિ. તે વખતે પણ ખાતરી રાખજે કે, તારું તથા ઍકિસમિલિયનનું ભલું કરવા હરઘડી તત્પર રહેનારો એક માણસ તારા ઉપર દેખરેખ રાખી રહ્યો છે.' કાઉન્ટે ત્યાર બાદ પિતાના ખીસામાંથી એક રત્નજડિત ડબી કાઢી અને તેમાંથી એક ગોળી વેલેન્ટાઈનને ગળવા આપી. તે ગળતાં જ થોડી વારમાં વેલેન્ટાઇનની ચેતના, દીવો બુઝાઈ જાય તેમ, બુઝાઈ ગઈ, કાઉન્ટ ત્યાર બાદ વેલફેન્ટાઈનના પ્યાલામાંથી મોટા ભાગનું પ્રવાહી સગડીમાં ઢાળી દીધું, જેથી વેડોન્ટાઇને તે પી લીધું છે એમ દેખાય. ત્યાર બાદ તે જલદી જલદી લાઈબ્રેરીના બારણા પાછળ સંતાઈ ગયો. થોડી વારમાં જ એડવર્ડના ઓરડાનું બારણું ઊઘડ્યું અને મૅડમ વિલેફૉર્ટ પાછી આ ઓરડામાં દાખલ થઈ. તેણે વેલેન્ટાઇનના પ્યાલા તરફ નજર કરી જોઈ. પછી તેમાં વધેલું પ્રવાહી સગડીમાં ઠાલવી દઈ, પ્યાલાને બરાબર વીંછળીને, પોતાના રૂમાલ વડે કોરો કરી પાછો ટેબલ ઉપર મૂક્યો. ત્યાર બાદ તેણે વેલેન્ટાઈન ઉપર થયેલી અસર જોવા જરા ધ્રૂજતાં ધ્રૂજતાં પથારી તરફ નજર કરી. વેલેન્ટાઈન નિશ્ચષ્ટ થઈને પડી હતી. તેની છાતી સહેજ પણ ધબકતી ન હતી. તેને એક હાથે પથારી બહાર લટકતો હતો, તેનું કાંડું અક્કડ થઈ ગયું હતું તથા તેના નખ ભૂરા પડવા લાગ્યા હતા. મેડમને જરા પણ શંકા ન રહી. પોતાના કપાળ ઉપરને પરસેવો લૂછતી લૂછતી તે પોતાના ઓરડામાં ધીમેથી પાછી ફરી. બીજે દિવસે સવારના સમય થઈ જવા છતાં વેલેન્ટાઈનને ઊંઘતી
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy