________________ વેલેન્ટાઈનનું મૃત્યુ 243 દેખીને નર્સે જરા ચિંતા સાથે તેને બોલાવી જોઈ; તથા પથારી બહાર તેને લટકતો હાથ ઊંચો કરી પથારીમાં મૂકવા માંડયો. તરત તે ચમકીને ચીસ પાડી પાછી હટી ગઈ. તેની અનુભવી આંખને ખબર પડ્યા વિના ન રહી કે, તેની સામે નિર્જીવ મડદું જ પડેલું છે. થોડી વારમાં બૂમાબૂમ મચી રહી; દાક્તર પણ આવી પહોંચ્યા. વિલેૉર્ટ પણ આવ્યો. દાક્તરે વેલેન્ટાઇનને તપાસ્યા પછી કપાળે હાથ ઠોકીને કહ્યું, “હે પ્રભુ! આ વાતનો અંત હવે કયારે આવશે?” ઘરના બધા નેકર હવે એકઠા થઈ એકીસાથે આ શાપિત ઘર છોડીને ચાલતા થયા. વિલેફૉર્ટ બેબાકળો થઈ ગયો. મેડમ હવે ટાં આંસુ લૂછતી લૂછતી એરડામાં દાખલ થઈ. પરંતુ તેની નજર દાક્તર ઉપર પડતાં જ તે ચમકી. દાક્તરે વેલેન્ટાઈને પીધેલો પ્યાલો હાથમાં લીધો હતો અને તેમાંના પ્રવાહીનો રંગ તે જોતા હતા. તરત મેડમના ગળામાંથી ચીસ નીકળી ગઈ. કારણ કે, તેણે જે ખ્યાલ રાતે ખાલી કરીને કોરો કરી નાખેલું હતું, તે ખ્યાલ પાછો અઅર્ધ તેવા જ રંગના પ્રવાહીથી ભરેલો હત; તે રંગનું પ્રવાહી જ તેણે તે પ્યાલામાં વેલેન્ટાઈનને પીવા રેડયું હતું. દાક્તરે ઝટપટ બારી પાસે જઈ એ પ્રવાહીને રંગ બરાબર તપાસ્યો, તથા તેમાંથી થોડું ચાખી જોયું. “એમ, હવે ધતૂરાનું ઝેર બદલીને બીજું ઝેર આપવામાં આવ્યું લાગે છે!” તેણે તરત કબાટમાંથી એક શીશી લઈને તેમાંથી થોડાં ટીપાં તે પ્યાલામાં રેડયાં. તરત તે પ્રવાહીને રંગ લાલચોળ થઈ ગયો. મૅડમની આંખમાંથી ક્ષણભર વીજળી ચમકી ઊઠી; અને પછી તરત બુઝાઈ ગઈ. તે લથડિયું ખાઈને પાછી ફરી અને પછી બહાર નીકળતાં જ બેભાન થઈને ગબડી પડી. પરંતુ એટલામાં એક વિચિત્ર દૃશ્ય સૌના જોવામાં આવ્યું. નેઇરટિયરને તેમની ખુરશી સાથે ઊંચકીને ઍકિસમિલિયન બૂમો પાડતો પાડતો તે ઓરડામાં દાખલ થયો. તેણે ખુરશી નીચે મૂકીને વેલેન્ટાઇનની