SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ 244 આશા અને ધીરજ પથારી તરફ આંગળી કરીને રડતે અવાજે કહ્યું, “દાદા, જુઓ, એ લોકોએ મારી વેલેન્ટાઈનનું શું કરી નાખ્યું!” આટલું કહી તે સીધો વેલેન્ટાઇનની પથારી આગળ ઘૂંટણિયે પડ્યો અને તેની ઈસ ઉપર માથું પછાડવા લાગ્યો. વિલેફેર્ટ એકદમ તે ડઘાઈ ગયો, પણ પછી તેણે મેકિસમિલિયનને કરડાકીથી પૂછયું, “તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? એકદમ બહાર ચાલ્યા જાઓ.’ ઍકિસમિલિયન તરત ઊભો થઈ લાલચોળ આંખ કરીને બેલ્યો, “હું કોણ છું? વેલેન્ટાઈને સ્વેચ્છાએ વરેલો હું તેને પતિ છું. અને તેનું મરણ શી રીતે થયું છે તે જાણું છું. યાદ છે, તમને દાક્તર દ’ એવરીનીએ મૅડમ સેન્ટમેરાનના મૃત્યુ વખતે બગીચામાં શું કહ્યું હતું તે? હું એમ કહેવા માગું છું કે વેલેન્ટાઇનને ઝેર દઈને મારી નાખવામાં આવી છે. તમે તમારા ઘરમાં ચાર ચાર ખૂન જાણીજોઈને થવા દીધાં છે. પરંતુ વેલેન્ટાઇનના ખૂનીને આ વખતે તમે જો જવા દીધે, તે યાદ રાખજો હું તેના ખૂનને બદલે લઈશ ' દાકતર દર એવરીની પણ અચાનક બોલી ઊઠયા, “હું પણ એ બાબતમાં આ ભાઈ સાથે મારો સૂર પુરાવું છું. હવે આ ખૂનની તપાસ થવી જ જોઈએ. અત્યાર સુધી હું કાયરપણાથી ચૂપ રહ્યો તેને મને ભારે પસ્તાવો થાય છે.’ નાઇટિયરની આંખમાંથી પણ અંગારા વરસી રહ્યા હતા. મૅકિસમિલિયન તેમને ભાવ સમજીને બોલ્યો : ઇરટિયર મહાશય, તમે કંઈ કહેવા માગે છે?' હા.' નોઇરટિયરની આંખોએ જવાબ આપ્યો. તમે વેલેન્ટાઈનને ખૂની કોણ છે તે જાણો છો ?' મેંકિસમિલિયને પૂછ્યું. “હા.' તમે તેને બતાવી શકશે ?'
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy