________________ વેલેન્ટાઈનનું મૃત્યુ 245 નેહરટિયરે તેના પ્રત્યે ખિન્ન નજરે જોઈ, બારણા તરફ આંખ ફેરવી. “હું બહાર ચાલ્યો જાઉં?” હા.' “થોડી વાર પછી તો હું આવી શકીશ ને?” “હા.” હું એકલો જાઉં?” “ના.” મારી સાથે કોણ બહાર આવે? શ્રી. વિલેફૉર્ટ?” “ના.” દાકતર દર એવરીની ?' “હા.” દાક્તરે ઍકિસમિલિયનને હાથ પકડ્યો અને બંને જણ બહારના ઓરડામાં ચાલ્યા ગયા. પાએક કલાક પછી વિલેફૉર્ટ ત્યાં આવ્યો અને તેમને બંનેને અંદર તેડી ગયો. વિલેૉર્ટને ચહેરો ફીકો પડી ગયો હતો. તેણે રૂંધાયેલા અવાજે બંનેને કહ્યું, “મારા પિતાએ ખૂનીને પત્તો મને આપ્યો છે. તે પોતે પણ તમારા જેટલા જ ખૂનનો બદલો લેવા આતુર છે. મેં તેમને ત્રણ દિવસની અંદર ખૂનીને ન્યાય ચૂકવવાનું વચન આપ્યું છે. પણ તમે બને ત્રણ દિવસ સુધી આ બાબત જરા પણ બહાર ન પાડવાનું વચન આપો. મારા પિતા પણ એમ જ ઈચ્છે છે.” નેઇટિયરે આંખ વડે એ બાબત પિતાની સંમતિ દર્શાવી. મેકિસમિલયન વેલેન્ટાઇનની પથારી આગળ ઘૂંટણિયે પડી, કશું બબડી, આંખ લૂછતે લૂછતે ચાલ્યો ગયો. - દાક્તર દ’ એવરીનીએ હવે વિલેફોર્ટને કહ્યું, “તમારા નોકરો તે બધા જ તમારું ઘર છોડી ભાગી ગયા છે. વેલેન્ટાઇન પાસે અંતિમ