SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ 246 આશા અને ધીરજ પ્રાર્થના કરવા કોઈ ખાસ પાદરી તમારે બોલાવવો હોય તો તેનું નામ મને કહે; હું ખબર આપતે જઈશ.” વિલેફોર્ટે દાક્તરનો આભાર માનીને કહ્યું, “ગમે તે પાદરી ચાલશે. પાસમાં પાસે જે હોય તેને ખબર આપીને તમે ચાલ્યા જશે, તે પણ વાંધો નથી.” દાક્તરે પાસેના જ ઘરના બારણામાં ઊભેલા પાદરી પાસે જઈને મૃતાત્મા પાસે અંતિમ પ્રાર્થના માટે આવવાની વિનંતી કરી, જે તેણે ઘણી ખુશીથી સ્વીકારી. દાક્તર તેને વિલેફૉર્ટના ઘરમાં લઈ ગયા. વિલેફૉર્ટ તે બારણું અંદરથી બંધ કરી પોતાના ઓરડામાં પેસી ગયો હતો. નાઇરટિયર ડોસા એકલા જ ભારે વિવાદમાં પિતાની ખુરસીમાં મૃત પૌત્રી પાસે બેસી રહ્યા હતા. દાક્તર એરડો બતાવી ચાલ્યા જતાં જ પાદરીએ બધાં બારણાં અંદરથી બંધ કરી દીધાં. નરટિયર ડેસા તેના માં તરફ નવાઈ પામી તાકી રહ્યા. ડેપ્લર્સ ના બીજે દિવસે કાઉન્ટ મેન્ટેક્રિસ્ટો બેરન ડેગ્યુર્સને ઘેર આવ્યો. ડેન્ટલર્સની શરાફ તરીકેની આંટ હવે ખતમ થઈ જવા આવી હતી. છેલ્લા કેટલાય સમયથી તેના કેટલાય પૈસા અચાનક કાચી પડતી પેઢીઓમાં ડૂબતા જ જતા હતા. છેવટના તેણે એડ્યિાને લગ્ન વખતે તેના બાપ પાસેથી જે ત્રીસ લાખ ફૂાંક મળે તેનું રેલવેમાં રોકાણ કરી, કરોડેક ફ્રાંક કમાઈ લેવાની અને ફરી પાછા પગભર થવાની આશા રાખી હતી. તેય નિષ્ફળ ગઈ; ઉપરથી ફજેતી થઈ અને છોકરી ખેઈ એ જુદી. કાઉન્ટ આવતાં ડેલસેં વિલેફૉર્ટ, મોર્ફ વગેરે ઉપર તથા પિતા ઉપર પણ આવી પડેલી વિપત્તિની વાત કાઢી. તેણે જણાવ્યું, “મારી પુત્રી તે શરમની મારી છોભીલી પડીને મારી રજા લઈ પરદેશ
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy