________________
કૅડરે ભૂતકાળ ઉખેળે છે પચાસ હજાર ફ્રાંકને હીરો !' કૅડરોની આંખો ચમકી ઊઠી.
બાવાજીએ તરત પોતાના જન્મામાંથી એક વાટવો કાઢી તેમાંથી એ હીરો પોતાની હથેળીમાં મૂકીને બતાવ્યો. તેને ઝગમગાટ જોઈ, ચાલાક કેડર સમજી ગયો કે એ હીરાની કિંમત તેથી વધુ હશે પણ ઓછી નહિ.
બાવાજીએ હવે આગળ ચલાવ્યું: “એ પાંચમાંથી એકનું નામ કેડરો છે. કદાચ તું પોતે જ તે હોય. જોકે, તારે હજુ મને એ વાતની ખાતરી કરાવી આપવાની છે. બીજાનું નામ છે ડેગ્લ; ત્રીજો છે ફર્નાન્ડ; ચેથી મર્સિડીસ પોતે; અને પાંચમો હો ડાન્ટનો પિતા. પરંતુ માર્સેલ્સમાં જ મને ખબર મળ્યા કે તેના પિતા તે ગુજરી ગયો છે. જોકે તે શી રીતે ગુજરી ગયો તેની કશી વિગત મને મળી નથી તું જાણતા હોય તો મને કહે, કારણ કે એ ડોસે ખરેખર મરી ગયો હોય, તો તેના ભાગના દશ હજાર ફૂાંક મારે બાકીના ચારને જ વહેંચી દેવા પડશે.'
હા, હા. તે ડોસો શી રીતે મરી ગયો તે હું બરાબર જાણું છું. હું પોતે તેની આખરઘડી સુધી તે જ મકાનમાં તેની બરોબર નીચેના ઓરડામાં રહેતો હતો. તે ભૂખે ટાંટિયા ઘસતે મરી ગયો છે.”
“ભૂખે? અરે લેકે કૂતરાને પણ ભૂખે મરી જવા નથી દેતા.' બાવાજી વચમાં જ તડૂકી ઊઠયા.
અલબત્ત, મર્સિડીઝ અને શ્રી. મૉરેલ ડોસાની બરાબર સંભાળ રાખવા પ્રયત્ન કરતાં હતાં. તે બંનેએ ડોસાને પિતાને ત્યાં લઈ જવા પણ બહુ સમજાવ્યો હતો. પરંતુ ડોસો એમ જ કહ્યા કરતો કે, “મારો ડારે કોઈ વખત જેલમાંથી છૂટે કે નાસી છૂટે, તે મને મળવા તે પહેલવહેલે અહીં જ આવે તે વખતે હું અહીં ન હોઉં તો તેને કેવું લાગે!”
બાવાજી એ સાંભળી સહેજ કંપી ઊઠયા. કેડરોએ આગળ ચલાવ્યું, ડે કાયમ ડાટેના શોકમાં મગ્ન રહેતો હતો. પછી મેં જોયું કે, સાએ ધીમે ધીમે પિતાની નાની મોટી ચીજો વેચી નાખવા માંડી.