________________
૮૮
આશા અને ધીરજ છેવટે વેચી ખાવા જેવી કશી વસ્તુ તેની પાસે બાકી ન રહીં; અને ત્રણ હપતાનું ભાડું ચડી જવાથી મકાનમાલિકે તેને ઘર ખાલી કરવાની ધમકી આપી. ડોસાએ સાત દિવસની મહેતલ માગી. ત્યાર પછી ચાર દિવસ તો તેનાં પગલાં મને માથા ઉપર સંભળાતાં રહ્યાં. પરંતુ પછી અચાનક તેને કશો સંચાર મને ન જણાતાં, મેં ઉપર જઈ બારણાના કાણામાંથી જોયું, તે ડોસો ઢગલો થઈને એક બાજુએ પડયો હતો. હું તરત દોડીને શ્રી. મૉરેલને તથા મર્સિડીસને ખબર આપી આવ્યો. શ્રી. મોરેલ ડાકટરને લઈને તરત દોડી આવ્યા. ડાકટરે ડોસાને કહ્યું કે, પેટમાં ચાંદા પડી ગયાં છે; માટે દવા લો અને ખાવાનું બહુ ઓછું કરી નાખે ! તે સાંભળીને ડોસો જે ફીક હાસ્ય હસ્યો હતો, તે મને હજી યાદ છે. ડોસાની સ્થિતિ છેક બગડી ગયેલી જોઈને મસિડીસે તેને પોતાને ઘેર લઈ જવાની ભારે જક પકડી. પરંતુ ડોસાએ એવી કરુણ ચીસો નાખીને રડવા માંડ્યું કે, શ્રી. મૉરેલ અને મર્સિડીસ બંને ગભરાઈ ગયાં. છેવટે મર્સિડીસ ડોસા પાસે જ રહી; અને શ્રી. મોરેલ પોતાની રાતા રંગની પૈસાની થેલી છાનામાના ચૂલા ઉપરના તાકામાં મૂકી, મર્સિડીસને ઇશારાથી બતાવીને ચાલ્યા ગયા. નવ દિવસે ડોસાએ પ્રાણ મૂક્યા. મરતી વખતે તેણે પોતાના પુત્ર ઉપર વિના કારણ આફત લાવનારાઓને શાપ આપ્યા અને મર્સિડીસને કહ્યું,
બેટા, જો તું ફરી કદી એડમંડને મળે, તે તેને કહેજે કે, હું તેને નિર્દોષ જ માનું છું અને અંતરના આશીર્વાદ આપતો આપતે મરું છું.”
અચાનક બાવાજી ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને ભીંત ભણી આડું જોતા જોતા ફરવા લાગ્યા. પછી કૅડરો તરફ જોઈ તેમણે ઘરે અવાજે કહ્યું: “આ તો બહુ કારમો કિસ્સો છે.”
“અને તે આ બનાવ માણસે જ બદમાશીથી ઊભો કરેલો હોવાથી વધ કારમો છે. અને તે માણસો પણ પાછા એવા કે જેમને બિચારો ડાને પોતાના હિતૈષી માનીને દશ દશ હજાર ક્રાંકની ભેટ મરતી વખતે આપતે ગયો છે.” કેડરો કંઈક ડંખ સાથે બે.