SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ બટુંકિની કબૂલાત ૧૧૯ તે મકાનની આસપાસની બગીચાની ભીંત ઉપરથી જોતાં બટુંકિયોને જણાવ્યું કે, તે બાઈ ૧૮ થી ૧૯ વર્ષની હતી અને તે તથા વિલેફોર્ટ એકબીજાના ગુપ્ત પ્રેમમાં હતાં. બટુંકિયાએ તરત જ એ બગીચાની એક બાજુની ભીંત તરફની શેરીમાં મકાન ભાડે રાખ. વિવેફર્ટ ગુપ્ત રીતે એકલે પોતાની પ્રિયતમાને મળવા આવે, ત્યારે તેને મારી નાખવાનું સહેલું તથા સહીસલામત કહેવાય. ત્રણ દિવસ બાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં અચાનક એક માણસ તે મકાનમાંથી નીકળી, મારતે ઘોડે વર્સેલ્સ તરફ રવાના થયો. બટુંકિય સમજી ગયો કે કઈક મુશ્કેલી આવી હોવાથી વિલેફૉર્ટને તેડવા જ તેને દોડાવવામાં આવ્યા છે. ત્રણ કલાક બાદ તે માણસ ધૂળ ભરેલે શરીરે પાછો ફર્યો; અને દશ મિનિટ બાદ એક માણસ મોટો જબ્બો ઓઢી, પાછલે બારણે અંદર દાખલ થયા. તે વિલેફૉર્ટ હતે. બર્ટુકિયો તરત વાડામાં દાખલ થયો અને પેલા પાછલા બારણા પાસે ઝાડ-ઝાડવાંની એથે છુપાઈ ગયો. થોડી વારમાં મકાનમાંથી એક સ્ત્રીના વેદનાભર્યા ઊંહકારા સંભળાવા લાગ્યા. બે કલાક પસાર થઈ ગયા. મધરાતના ડંકા પડયા. ત્યાર બાદ મકાનની બાજુનું બારણું ઊઘડ્યું. તેમાંથી વિલેફૉર્ટ બહાર નીકળ્યો. તેણે બટુંકિયો સંતાયો હતો તે ઝાડીની બાજુમાં જ અંધારામાં એક ખાડો ખોદવા માંડ્યો. પછી પોતાની સાથે આણેલી એક પેટી તેણે પેલા ખાડામાં દાટી દીધી. પેટી બે ફૂટ લાંબી તથા છથી આઠ ઇંચ ઊંચી હતી. વિલેફૉર્ટ જમીન સરખી કરીને ઊંચો થવા જાય, તેવામાં જ બટુંકિયાએ પોતાની છરી તેના પડખામાં આરપાર ખસી દીધી. વિલેફોર્ટ એક પણ ચીસ પાડયા વિના ઢગલો થઈને જમીન ઉપર તૂટી પડ્યો. પછી વિલેફોર્ટે દાટેલી પેટી ખોતરી કાઢીને બટુંકિયો ત્યાંથી નાઠો. તેનાં કપડાં વિલેફૉર્ટના લોહીથી છંટાઈ ગયાં હતાં. નદી ઉપર
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy