________________
૧૧૮
આશા અને ધીરજ દારોના વિલેફોર્ટ બહુ કટ્ટર રાજભકત હતા. તેણે નેપેલિયન હેઠળ નોકરી કરનારાઓને ફ્રેન્ચ સૈનિક જ ગણવાની ના પાડી અને એ બદમાશ રાજકેદીઓને યોગ્ય ફળ મળ્યું છે એમ જણાવ્યું ! બટુંકિયોએ ઘણીય દલીલો કરી કે તેના ભાઈને કોઈ પક્ષ સાથે કશી લેવાદેવા જ ન હતી, અને તે તે સરકારી નોકરી સમજીને લશ્કરમાં જોડાયા હતા. પરંતુ વિલેફૉર્ટે તે તેને લાયક સજા મળી છે એમ જ કહેવાનું ચાલુ રાખ્યું. છેવટે બટુંકિયોએ પોતાના ભાઈની નિરાધાર બનેલી વિધવાને સામાન્ય સૈનિકના વિધવાને મળે છે તેનું પેન્શન બાંધી આપવાની માગણી કરી, પરંતુ તે માગણી પણ વધુ હસીને ઉડાવી દેવામાં આવી.
બટુંકિયોએ હવે ગુસ્સે થઈને વિલેફોર્ટને કહ્યું, “તું રાજાના પક્ષને છે એટલે જ મારા ભાઈની અન્યાયી કતલને યોગ્ય માને છે, તે હું મારા ભાઈના પક્ષની રીતે નેપોલિયનના પક્ષનો ગણાઉં; એટલે હું પણ તને દેશદ્રોહી ગણી મોતની સજાને પાત્ર જાહેર કરું છું. માટે આજથી ચેતતો રહેજે!”
વિલેફૉર્ટ બટુંકિયોને કશું કરી કે કરાવી શકે, તે પહેલાં તો તે તેની સામેથી છટકી ગયો. પછી બટુંકિએ વિલેફૉર્ટનો પીછો પકડ્યો. વિલેૉર્ટને મારી નાખવો એ તો સહેલી વાત હતી; પણ બટુંકિયોને તે પિતાના ભાઈના ખૂનના બદલામાં જ તેનું ખૂન કરવું હતું – પોતે પકડાઈ જાય અને મોતની સજા પામે, તે વિલેફૉર્ટ જેવા એક કુત્તાના જીવના બદલામાં બે ભાઈઓના જીવ ગયા કહેવાય !
પરંતુ વિલેફૉર્ટ પણ સાવચેત થઈ ગયો હતો. ત્રણ મહિના સખત પીછો પકડયા પછી બટુંકિયોને અચાનક ખબર પડી કે, વિલેફર્ટ અવારનવાર પેરિસ પાસેના ઉપનગર ઍટીલમાં જાય છે–આવે છે. ત્યાં તેના સસરા માર્થિવસ સેન્ટમેરાનનું એક અવાવરું પડી રહેલું મકાન હતું; તે થોડો વખત થયાં એક જુવાન વિધવાને ભાડે અપાયું હતું.