________________ ડેલ નાઠે 249 પાસે જે થોડુંઘણું હજુ રહ્યું છે - અર્થાત જેટલું હું બીજાઓનું દબાવી જઈ શકું તેમ છું-તેમાં તું ભાગ પડાવવા ન આવે, તે માટે હું તેને તારાથી સુરક્ષિત કરી દઉં છું–અર્થાત્ હું દેશ છોડીને હંમેશ માટે ચાલ્યો જાઉં છું. કારણ, લોકોના પૈસા ઘાલી જનાર શરાફ કદી તે દેશમાં પાછો ન ફરી શકે. મને એટલી નિરાંત છે કે, તારા માટે કાંઈ પાછળ નથી મૂકી જઈ શકતો તેપણ, તને તે બાબતની કશી ચિતા કરવી પડે તેમ નથી. છતાં કોઈ સ્ત્રીને પતિ ચાલી જાય, તો તેનું તેને દુ:ખ તો થાય; પણ તું કદી મારી વફાદાર પત્ની બની જ નથી, અને બનવા તે ઇચ્છા પણ કરી નથી. તારે મારી સાથે માત્ર પૈસાની સગાઈ હતી; બાકી તે હું હંમેશાં બીજા પ્રેમીઓથી જ ચલાવતી આવી છે, અને તે તને હંમેશ મળી પણ રહે છે. એટલે હું તારા પ્રેમીઓ સાથે અને ધન સાથે નિરાંતે આનંદ કરજે. હવે તને મારી આડખીલી પણ નહિ રહે.” મૅડમે એ કાગળ પોતાના પ્રિયતમ ડિબ્રેને વંચાવ્યો; એમ માનીને કે, હવે ડેન્ટલર્સની આડ દૂર થતાં તે તેને પત્ની તરીકે સ્વીકારી લેશે. પરંતુ આવી રીતે દેવાળ કાઢી નાસી છૂટેલા પતિની બદનામ થયેલી પરણેતરને - કે જે કેટલી બેવફા છે તેને તેને પિતાને અનુભવ હતો જ - ડિબેએ સ્વીકારવા ના પાડી. તેણે મૅડમના ભાગના પૈસા હિસાબે ગણીને રોકડા ચૂકતે કરી આપ્યા અને પછી કહ્યું, “હવે થોડાં વર્ષ તારે દેશની બહાર ચાલ્યા જવું ઠીક થશે; કારણ કે, તારી દીકરી અને તારા પતિની બેવડી બદનામી તારા ઉપર હાલ તુરત બહુ ગાઢી છવાયેલી રહેશે. થોડાં વર્ષ બાદ અહીં અથવા તે પરદેશમાં જ તું સહેજે નવું ઠેકાણું ઊભું કરી શકશે.’ પિતાના પ્રેમીએ કરેલો આ ત્યાગ મેડમને પોતાના પતિએ કરેલા ત્યાગ કરતાં પણ વધુ કારમો ઘા કરી ગયો. તે પૈસાની સગી હતી ખરી; પરંતુ છેવટે સ્ત્રી હતી. તે પ્રેમની પણ ભૂખી હતી. પરંતુ તેના પ્રેમીએ તેની આફતની વેળાએ તેને રખડેલ બજારુ સ્ત્રીની પેઠે કશી પણ