________________ 248 આશા અને ધીરજ ડેલર્સ જરા હબકી ગયો. તે ધીમેથી અનાકાની કરતો ગણગણ્યો કે, “આ પૈસા તે દવાખાનાંવાળાની અનામત છે અને આજે સવારે જ તેઓ એ પૈસા લેવા આવવાના છે.” કાઉન્ટ જવાબમાં કહ્યું, “તમે રોમમાં મારી આ પહોંચ થૉમસન એન્ડ ફ્રેન્ચ કંપની પાસે જઈને ધરશો કે તરત તમને 51 લાખ ફ્રાંક મળી જશે.' અને તે જ ઘડીએ નેકરે હૉસ્પિટલવાળા અધિકારી મળવા આવ્યાનું જાહેર કર્યું. કાઉન્ટ ડેબ્સર્સની રજા લઈ ચાલતો થયો. ડેપ્લર્સો, હોસ્પિટલવાળાએને, ડંફાસ મારતે હોય તેમ કહ્યું કે, મેં કાઉંટ મોન્ટેક્રિસ્ટોને 50 લાખ ફ્રાંક હમણાં જ ચૂકવ્યા છે એટલે બકવાળો ગભરાઈ ન જાય માટે આજે ને આજે જ બીજો 50 લાખ ફ્રાંકને ચેક તમને આપો હું ઠીક ગણતા નથી. માટે તમે બીજે દિવસે બાર વાગ્યે આવીને તમારાં નાણાં લઈ જજો.’ દવાખાનાંવાળાઓ બીજે દિવસે આવવાનું કહી ચાલતા થયા. તેમને કાઉંટ મૉર્સર્ફની કુલ મિલકત ધર્માદામાં મળી હતી, એટલે તેઓને જરા ધરપત હતી. મર્સિડીસ અને આબર્ટ બંનેએ કાઉંટ મૉર્સર્કના ખોટી રીતે મેળવેલા પૈસામાંથી એક કોડી પણ લેવા ના પાડી દીધી હતી. પરંતુ ડેગ્લર્સ બીજો દિવસ થાય ત્યાર પહેલાં ફ્રાન્સ છોડી જવાને હતું. તેની પાસે હવે એટલી મોટી રકમ ચૂકવી શકાય તેવું કાંઈ રહ્યું જ ન હતું. એટલે પોતાની પત્નીને તેના પ્રેમીને અર્પણ કરી, તે કાઉંટની 51 લાખની ચિઠ્ઠી તથા પિતાની પાસેના પચાસેક હજાર ફૂાંક જેટલી રોકડ લઈને રાતે રાત વિદાય થઈ ગયો. ડેન્ટલસે જતા પહેલાં પોતાની પત્નીને એક કાગળ લખે, અને તેમાં જણાવ્યું કે, “તારી પાસે તે ઠીક ઠીક ધન ભેગું કર્યું છે; તે ધન મારી દુઃખની વેળાએ કામમાં આવે એવું તો છે નહિ. કદાચ મારી દુઃખની વેળા જાણી, તે ધન તું મારાથી વધુ સુરક્ષિત રાખવા જ પ્રયત્ન કરશે. પણ મારો ઇરાદો તારા ધનમાં ભાગ પડાવવાનું નથી. ઊલટું, મારી