SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ 250 આશા અને ધીરજ જવાબદારી માન્યા વિના માત્ર પૈસા ચૂકવીને જ વિદાય કરી, એ તેનું જેવું તેવું અપમાન ન હતું. 45 એક મહિનાની મુદત વેલેન્ટાઇનનું કૉફિન કુટુંબના ખાસ ભોંયરામાં તેની મા તથા દાદા-દાદીના કૉફિન સાથે પધરાવીને પાછાં ફર્યા, ત્યારે મેકિસમિલિયન એકલો દૂર પથ્થરની જેમ બેસી રહ્યો. કાઉંટ મોન્ટેક્રિસ્ટોએ તેની પાસે જઈ, તેને પિતાની ગાડીમાં સાથે આવવા કહ્યું, ત્યારે તેણે વગર બેલ્થ કાઉંટની સામે એવી નજરે જોયું, જેમાં ભારોભાર ઠપકો તથા ગુસ્સો ભરેલાં હતાં. પછી આંખ ઢાળી દઈ તેણે માત્ર એટલું જ કહ્યું કે, “મને પ્રાર્થના કરવા દે, એટલે બસ !' કાઉંટે પોતાની ગાડી પાછી મોકલી દીધી, અને પોતે થોડે દૂર છુપાઈને ઊભો રહ્યો. કેટલાય વખત બાદ મૅકિસમિલિયન કંઈક નિશ્ચય કરીને ઊઠયો અને પોતાના ઘર તરફ પાછો ફર્યો. કાઉંટ દૂર રહી તેની પાછળ પાછળ ચાલ્યો. ઘર આવતાં જ મેકિસમિલિયને પોતાના ઓરડામાં જઈ બારણું અંદરથી બંધ કરી દીધું. કાઉંટે જલદી જલદી પાછળ પાછળ આવી, મેકિસમિલિયનને ઓરડો પોતાને બતાવવા જુલીને વિનંતિ કરી. જુલીએ નીચેથી જ ઓરડો બતાવી દીધો. તેને કશી સમજ પડી નહિ. કાઉંટે ઉપર જઈ તરત કાચની તકતી તેડીને અંદર હાથ નાખી બારણું ઉઘાડી નાખ્યું.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy