________________
લગ્નની મિજબાની મર્સિડીસને હાથ શ્રી. મૉરેલના હાથમાં મૂક્યો. તે તેને મિજબાનીના એરડા તરફ દોરી ચાલ્યા.
આટલું મોટું શુભેચ્છા અને પ્રેમ ધરાવતું ટોળું ભેગું મળ્યું હોય અને ખાવાપીવાની વસ્તુઓ પણ સૌને મનભાવતી મબલક તૈયાર હોય, પછી આનંદપ્રમોદમાં મણા રહે ખરી? વર-કન્યા પ્રત્યે સૌ અંત:કરણપૂર્વક શુભેચ્છા પ્રગટ કરવા લાગ્યા. ડાન્ટનો બાપ તે એ આખા ટોળામાં જાણે સૌથી વધુ સુખી માણસ હતો!
આજુબાજુ હર્ષના લહેરાતા આ સાગરમાં ફર્નાન્ડ ઘુવડ જેવું મોં કરીને બેઠેલો હતો. ડેલર્સ તેની સામે અવારનવાર નજર કરતા, ત્યારે તે એકદમ ફિક્કો પડી જતો અને ધ્રુજી ઊઠતો. તે જોઈ ડેગ્લર્સની પણ સામેથી એ જ દશા થતી.
અને થયું પણ તેમજ. થોડી વાર બાદ દાદરા ઉપર અચાનક તાલબદ્ધ પગલાંને અવાજ સંભળાયો, અને પછી તે મૅજિસ્ટ્રેટે કાયદાના નામે મિજબાનીના ઓરડામાં પ્રવેશ કરવાની માગણી કરી.
ઓરડામાં એકદમ સન્નાટો છવાઈ ગયો. શ્રી. મૉરેલ મૅજિસ્ટ્રેટની સામે ધસી ગયા અને લગ્નની મિજબાની અંગે નિર્દોષ આનંદપ્રમોદમાં ડૂબેલા આ ઓરડામાં સૈનિકો સાથે પ્રવેશ કરવાની બાબતમાં કંઈક ગંભીર ભૂલ તો નથી થતી, એમ તેને પૂછવા લાગ્યા.
મૅજિસ્ટ્રેટે જણાવ્યું : “હું ઍડમંડ ડાન્ટ નામના શખ્સની ધરપકડ માટે આવ્યો છું તે જો આ ઓરડામાં ન હોય, તે હું મારી ભૂલ બદલ માફી માગવા તૈયાર છું.’
ડાટે પોતાનું નામ સાંભળી એકદમ આગળ આવ્યો. તે બોલી ઊઠયો, “ધરપકડ ! શા કારણે તે જરા કહેશો?'
હું એ કારણો અહીં કહી શકતું નથી, પરંતુ તમારી પ્રાથમિક તપાસ વખતે તમને તે કારણથી જરૂરી માહિતગાર કરવામાં આવશે.’
શ્રી. મોરેલે જોયું કે આ ઘડીએ કશો વિરોધ કરવો એ નકામું