SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આશા અને ધીરજ ઉપર જ ચોટેલી છે. એટલે થોડી વાર પછી કેડરોને મહામુસીબતે ઉઠાડીને તે માર્સેલ્સ તરફ પાછો વળ્યો કેડરોએ ફર્નાન્ડને પણ પિતાની સાથે માર્સેલ્સ આવવા ફરમાન કર્યું. પણ ફર્નાન્ડે તે પોતાના વાસ તરફ પાછા ફરવાનો જ ઇરાદો જાહેર કર્યો. કેડર સાહેબે તેના ઇરાદાને હાર્દિક અનુમોદન આપ્યું. પછી પોતે લથડિયાં ખાતા ખાતા ડેપ્લર્સને ટેકો લઈ વિદાય થપા. ડેગ્લસેં પાછા વળીને જોઈ લીધું કે, ફર્નાન્ડે પેલો કાગળ ઉપાડી લીધો હતે. લગ્નની મિજબાની મિજબાની માટેનો “લા-રિઝર્વ'ને ઓરડો બપોરના બાર વાગ્યા પહેલાં એક કલાક અગાઉથી જ RTોનના આમંત્રિત ખલાસી મિત્રોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. બધાની અંદર ગુસપુસ વાત પણ ચાલતી હતી કે ડાન્ટની આ મિજબાનીમાં રાગોનના માલિક હાજર રહેવાના છે. પરંતુ આટલું બધું માન શેઠિયાઓ પોતાના એક નોકર માટે દાખવે, એ વાત હજુ સૌના માન્યામાં આવતી નહતી. પણ એટલામાં તે શ્રી. મૉરેલ પોતે ઓરડામાં દાખલ થતાં જ સૌ ખલાસીઓ આનંદના પોકારો કરી ઊઠયા. આ મિજબાનીમાં તે હાજર રહે તેનો અર્થ એ પણ થાય કે ડાન્ટને જમીનનો કમાન પણ બનાવવામાં આવશે જ ! અને એ વાતમાં સૌ ખલાસી-મંડળ રાજી હતું. શ્રી. મોરેલ આવી ગયા એટલે ડેગ્લર્સ અને કૅડરોને તરત વર-કન્યાને જલદી તેડી લાવવા દોડાવવામાં આવ્યા. પરંતુ આખું સાજન તેમને રસ્તામાં જ મળ્યું. શ્રી. મૉરેલે સામે જઈ વર-કન્યાને બારણા આગળ વધાવ્યાં. ડાન્ટેએ
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy