SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કાવતરું ડૅન્ગ્લર્સે ડાબે હાથે લખવા માંડયું : ‘મહાશય, આપને એક રાજભક્ત જણાવવા માગે છે કે, રાબોના જહાજ આજે સવારે મર્દાથી પાછું ફર્યું છે. તેના કપ્તાન ઍડમંડ ડાન્ટે રસ્તામાં તે જહાજને એલ્બા લઈ ગયા હતા, અને નેલિયનને મળ્યા હતા. નેપેાલિયન પાસેથી પૅરિસના કાવતરાખાર મંડળ માટે સંદેશાને એક કાગળ પણ તે લાવ્યા છે. તે કાગળ તેના ખિસ્સામાં, તેના બાપને ત્યાં કે ાઓન જહાજ ઉપરની તેની ઓરડીમાં કાંક હોવા જોઈએ. તેને તરત કેદ પકડી એ કાગળ હાથમાં લેવામાં આવશે, તે બધી વાતની સાબિતી મળી જશે.’ ૧૭ લખી રહ્યા પછી ડેન્ગ્યુર્સે કાગળ ફર્નાન્ડને વાંચી સંભળાવ્યો. પણ કૅડરો સાહેબ તરસ્યા થઈ વધુ દારૂની શેાધમાં કયારે દશમા આસમાનથી નીચે પધાર્યા હતા તેની કોઈને ખબર રહી નહિ. તેઓશ્રીએ એ આખા કાગળ સાંભળી તરત તેના ઉપર તરાપ મારી અને કહ્યું : ‘વાહ, આ કાગળ કોટવાળ સાહેબ ઉપર પહોંચે, તે ડાન્ટે બિચારો ખતમ થઈ જાય. પણ હું ડાન્ટનો પરમ મિત્ર કંડરો – બાદશાહી લેબાર સીવનારો, કસબી મેરાઈ અહીં બેઠો છું. હું મારા પરમ મિત્ર ડાન્ટને ઊની કે ઠંડી આંચ નહીં આવવા દઉં. ચાલા, કાગળ મને સુપરત કરી દો.’ ડૅન્ગ્લર્સ ચોંકી ઊઠયો. તેણે કાગળના ડૂચા કરી એક બાજુ ખૂણામાં ફેંકી દીધા તથા કૅડરાને સમજાવ્યું કે, ' આ તા તારો પરમ મિત્ર ફર્નાન્ડ મર્સિડીસ સાથે લગ્ન કરવાનું ન મળ્યું તેથી આપઘાત કરી ન બેસે, તે માટે હું ટાઢા પહેારના તડાકા હાંકું છું. બાકી, ડાન્ટે તે મારો પણ મિત્ર જ છે ને?' કૅડરો સાહેબને આ ખુલાસાથી સંતોષ થયો; કારણ તે સાહેબ ઝટ બીજી અર્ધી શીશી ખાલી કરીને પાછા આસમાની સહેલગાહે પહોંચ ગયા. ડૅન્ગ્લસે જોઈ લીધું કે, ફર્નાન્ડની નજર પેલા કાગળના ડૂચા આ૦ – ૨
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy