________________
આશા અને ધીરજ હજુ શ્રી. મોરે જીવે છે?' હા.' અને પહેલાંની જેમ સુખ-સમૃદ્ધ છે?”
“ના રે ના, છેક જ પાયમાલ થઈ ગયા છે અને કદાચ દેવાળું કાઢવું પડે એવી સ્થિતિમાં છે.”
એમ કેમ?”
“હમણાંનું કોણ જાણે કમનસીબ જ તેમને ઘેરી વળ્યું છે. તેમનાં પાંચ પાંચ વહાણ ડૂબી ગયાં; ત્રણ મોટી પેઢીઓ કે જેમાં તેમનાં નાણાં રોકાયેલાં હતાં, તે કાચી પડી ગઈ; અને હવે તેમનું જૂનું જહાજ “જાગોન” હિંદમાંથી ગળી અને રંગ ભરીને આવવાનું છે, તેના ઉપર જ તેમની છેલ્લી આશા લટકી રહેલી છે. તે વહાણને જો કંઈ થયું, તો શ્રી. મૉરેલની પાયમાલી નક્કી જ સમજવી ”
“તેમને બૈરી-છોકરાં છે?'
હા, દેવતા જેવી સ્ત્રી છે, જેણે તેમને અત્યાર સુધી ટકાવી રાખ્યા છે. એક દીકરી છે, જેનું લગ્ન તેના પ્રેમપાત્ર સાથે થવાનું હતું, પણ શ્રી. મૉરેલની અત્યારની અવદશાને કારણે શેકાઈ ગયું છે. ઉપરાંત તેમને એક છોકરો છે, જે લશ્કરમાં લેફટનંટના હોદ્દા ઉપર છે. એ બધાં ઉપરની મમતાને કારણે જ શ્રી. મોરેલ જીવતા રહ્યા છે; નહિ તે કયારનુંય પિસ્તોલથી પોતાનું માથું તેમણે ઉડાવી દીધું હતું. તેમના જેવો માણસ આ સ્થિતિમાં જીવતા રહેવાનું પસંદ જ ન કરે.' “ખરેખર, ભયંકર!'
હા બાપજી, ભગવાન સગુણીને આવો જ બદલો આપે છે. જુઓને, હું લગભગ ભૂખે મરતે થવાની તૈયારીમાં છું, ત્યારે ડેબ્સર્સ અને ફર્નાન્ડ તે ધનમાં આળોટે છે !'
“એટલે?”