________________ 48 - આશા અને ધીરજ! . પાંચમી ઑકટોબરને દિવસે કાઉન્ટ મોકલેલા જહાજમાં બેસી મેકિસમિલિયન માટેનક્રિસ્ટો ટાપુ ઉપર ઊતર્યો. કાઉન્ટ તેને આવકારવા - કિનારે તૈયાર ઊભો હતે. મેકિસમિલિયને તેને જોતાં ઘડિયાળ કાઢીને જણાવ્યું કે, “કાઉન્ટ, હવે મારે જીવવાના ત્રણ કલાક બાકી રહે છે!” કાઉન્સે કહ્યું, “ભલે; એ ત્રણ કલાક પણ આપણે સારી રીતે ગાળવા માગીએ તે ગાળી શકીએ તેમ છીએ. જે વસ્તુ ત્રણ કલાક જેટલી પણ દૂર છે, તેની ચિંતા અત્યારથી શા માટે કરવી? તને શું મરવાની બીક લાગે છે?” ના, ના, હવે વેલેન્ટાઇનને જઈ મળવાની અધીરાઈ આવી છે, એટલું જ. કાઉંટ એ જુવાનિયાને એકનિષ્ઠ દૃઢ પ્રેમ જોઈ, પ્રશંસાના ભાવથી તેના તરફ જોઈ રહ્યો. દરમ્યાન તેઓ કાઉન્ટની ભૂગર્ભ-ગુફામાં આવી ગયા હતા. અંદરનો વૈભવ અને ઠાઠ જોઈ, ઍકિસમિલિયન ઘડીભર ચકિત થઈ ગયો. કાઉંટે તેને કહ્યું, “મેકિસમિલિયના” તું મારી વાત જરા ધ્યાન દઈને સાંભળ; તું જાણે છે કે, મારું કોઈ સગુંવહાલું જીવતું નથી. હું તને જ મારો પુત્ર માનતો આવ્યો છું અને મારા પુત્રનું જીવન બચાવવા હું મારું સર્વસ્વ પણ ખરચી નાખવા તૈયાર છું.’ તમે શું કહેવા ઈચ્છો છો ?' જો, તું મૃત્યુ માટે આટલો બધો તત્પર થઈ રહ્યો છે, કારણ કે જીવનમાં સુખને પ્યાલો હજી તેં પૂરેપૂરો ચાખ્યો નથી. મારી પાસે લગભગ દશ કરોડ ફાંકની મિલકત છે. હું તે તને આપી 275