________________ 272 આશા અને ધીરજ ડેગ્લર્સને એ જાણી કંઈક નિરાંત થઈ ! કારણ કે, આ લૂંટારુઓ બહુ તે તેની પાસેથી બે-પાંચ હજાર ક્રાંક લઈને તેને છૂટો કરશે તેની પાસે કેટલા પૈસા છે તેની આ લોકોને શી ખબર હોય ? પરંતુ પછી જ્યારે તેણે ભૂખ લાગતાં ખાવાનું માગ્યું, ત્યારે તેની પાસે એક ટંકના ખાધાખરના એક લાખ ફ્રોક પહેલા માગવામાં આવ્યા. ડેન્ટલસેં હવે ઢોંગ માંડ્યો કે, તેની પાસે એટલી ફૂટી કોડી પણ નથી. પણ પિનોએ જણાવ્યું કે, “સાહેબ, રોમમાં તમારું 51 લાખનું ખાનું છે; તમે ચેક લખી આપશો તો ચાલશે. પણ તમારે ભૂખેતરસે મરીને આપઘાત કરવો હોય, તે તમારી મરજી!' ડેગ્લર્સ હવે ચાંકયો. તેણે જાણ્યું કે, આ લોકોને ઇરાદો તે બધા ક્રાંક પડાવી લેવાનો જ છે. છતાં ભૂખેતરસે પ્રાણ જયારે છેક નીકળી જવાના થયા, ત્યારે જ એક લાખ ફ્રાંકનો ચેક લખી આપીને તેણે ખાવાનું મંગાવ્યું. બીજે દિવસે તરસ લાગતાં ડેગ્લસેં પીવાનું કંઈક માગ્યું, ત્યારે એક શીશાના 25 હજાર ફ્રાંક માગવામાં આવ્યા. ડેગ્લસેં પૂછ્યું કે, ‘તમારો ઇરાદો શો છે તે મને કહો; અને મને છૂટો કરવાના તમારે કેટલા પૈસા જોઈએ છે?' તેને જવાબ મળ્યો કે, “તમારી પાસે 51 લાખ કૂક છે. તે બધા આપી દો, એટલે અમે તમને જવા દઈશું.’ ડેપ્લર્સ ચિડાઈ ગયો. તેણે કહ્યું, “ભલે તમે ગમે તે કરશો તો પણ હું હવે તમને વધુ ચેક લખી આપવાને જ નથી. તમારે મને મારી નાખવો હોય તો મારી નાખે.' પરંતુ બે દિવસ જેમતેમ કરીને પસાર કર્યા પછી તેણે એકદમ દશ લાખ ફૂક આપવાના કરી મહાભજન મંગાવ્યું. પેલાઓએ તેને સુંદર મિજબાની જેવું ખવરાવ્યું અને તેની પાસેથી દશ લાખ ફ્રાંકનો ચેક લખાવી લીધો. બાર દિવસ બાદ તેની પાસે માત્ર 50 હજાર ક્રાંક બાકી રહ્યા. પણ હવે તેને તેટલા થોડા ફ્રાંકની મમતા