________________ પેરિસમાંથી વિદાય 271 કારણ કે, ડેગ્યુર્સ કાઉન્ટના રુક્કાને વટાવવા રોમ જવાને જ. એવી તેને ખાતરી હતી. તે અંગે તેણે કેટલીક વ્યવસ્થા કયારની કરી પણ દીધી હતી. પણ તે વાત ઉપર છેલ્લે પડદો પાડવાનો હજુ બાકી રહેતે હતો. એટલે ડેગ્યુર્સ જ્યારે ક્રાંસમાંથી ગુપચુપ ભાગી ઇટાલી પહોંચી, રોમમાં થોમસન એન્ડ ફેન્ચની કંપનીની ઑફિસે આવ્યો, ત્યારે ત્યાં પ્રખ્યાત રોમન લૂંટારુ વાન્ગાનો માણસ પેપિને છુપાઈને યાર ઊભો હતે. ડેલર્સ કાઉંટનો ફુક્કો વટાવી, એકાવન લાખ ફ્રાંકનું ખાતું ખોલાવી, પિતાની હોટેલે ગયો અને પાંચ-છ રાતના ઉજાગરા હોવાથી વહેલો સૂઈ ગયો. બીજે દિવસે પણ તે જરા મોડો ઊઠ્યો. પછી જમી પરવારી તેણે વેનિસ થઈ વિયેના જવાનો પાસપોર્ટ કઢાવ્યો. એ બધું પરવારતાં તેને ત્રણ વાગી ગયા. પછી હોટેલવાળાએ ઠરાવી આપેલી ગાડીમાં બેસી, તે રાજી થતો થતો, પોતાના લેણદારોની તથા પત્નીની પૅરિસમાં કેવી અવદશા થતી હશે તેને આનંદથી વિચાર કરવા લાગ્યો. મોડી રાતે જ્યારે તેણે વેગથી દોડતી ગાડીના બારણામાંથી સહેજ બહાર નજર કરી, ત્યારે તેને રોમની બહારનાં ખંડેરો જેવું જ બધું નજરે પડતાં નવાઈ લાગી. તેણે ગાડીવાળાને ઊભો રાખી પૂછવા પ્રયત્ન કર્યો. તે પાસે દોડતા ઘોડેસવારે તરત દંડૂક્કો મારી તેનો હાથ અને માથું ફરી અંદર લેવડાવ્યાં. ડેગ્લર્સને અચાનક ભય લાગ્યો કે ફ્રાંસના પોલીસવાળાઓએ ઇટાલીના સત્તાવાળાઓને કહીને તેને પાછા ફ્રાંસ પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી છે કે શું? થોડે દૂર ગયા પછી, તેને અંદરથી ઉતારવામાં આવ્યો અને ભૂગર્ભમાં આવેલા ગુપ્ત ઓરડામાં લઈ જઈ પૂરવામાં આવ્યો. ત્યારે તેને સમજાયું કે, આ તે આલ્બર્ટ પકડાયો હતો તે સેંટ સેબાસ્ટિયનની જૂની ભૂગર્ભ ગુફાઓ છે, અને તે પોતે રોમના લૂંટારુ વાન્ગાના હાથમાં સપડાયો છે.