________________ આશા અને ધીરજ કાઉન્ટને જોતાં જ તે આટલું બોલી, “મારી એક જ ભૂલથી આ બધી બરબાદી સરજાઈ છે. જે દિવસે તમારા મોતના સમાચાર મને મળ્યા, તે દિવસે જ હું મરી ગઈ હોત, તે આ કશું ન થાત. મેં જ સૌ ઉપર આફત આણી મૂકી છે.” મર્સિડીસ, હું હવે તારી વિદાય લેવા આવ્યો છું. તું તારી જા ને અતિ દોષિત માની, જરૂર કરતાં વધારે સજા ન કરતી. આપણે માણસો જે કંઈ કરી છે, તે આપણી અપૂર્ણતાની મર્યાદાને લીધે વધારે પડતું અથવા ઘણું ઓછું કરીએ છીએ. માણસનાં કર્મનું ફળ પણ ઈશ્વર જ સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન હેઈ, યથાયોગ્ય આપી શકે છે, અને તેને જ તે ફળ આપવાનો અધિકાર છે. કારણ કે તે દયાળુ છે, તથા સૌનું ભલું જ તાકનારો છે. હું એ પાઠ આટલા અનુભવે શીખ્યો છે. પાપીઓના પાપની યથાયોગ્ય સજા કરવાનું ઘમંડ હવે મારામાં નથી રહ્યું. તું હવે શું ઈચ્છે છે તે મને કહે.' હું એક જ વસ્તુ ઇચ્છું; અને તે મારા પુત્રનું સુખ.” ઠીક; ઈશ્વર તેને જીવંત રાખે એટલી પ્રાર્થના તું કરજે બાકીનું બધું હું સંભાળી લઈશ. આજથી તેને બધે ભાર મારે માથે છે.' “તમારો આભાર માનું છું, ઍડમંડ! એથી વિશેષ હવે મને કશાની ઈચ્છા નથી. વિશેષ કંઈ આપવાની ઇચ્છા કરીને તમે પણ દુ:ખી ન થશો. મારો પુત્ર મને જે આપે તેટલું જ હું લઈ શકીશ.' ઠીક; હું એ બાબતમાં કશો આગ્રહ નહિ કરું. તું હવે મને વિદાય આપ. પણ ‘જાએ’ કહીને નહિ, પરંતુ “આવજો' કહીને.” હા હું તમને “આવજો” એમ જ કહેવાની છું; એથી તમને ખાતરી થશે કે, હું હજુ આશા હારી નથી બેઠી.” પછી કાઉન્ટના પૂજતા હાથને આંગળીનાં ટેરવાંથી સ્પર્શ કરી, પિતાની આંખે તે આંગળીઓ લગાડી, મર્સિડીસ ઝટપટ ઘરમાં ચાલી ગઈ. તે જ રાતે ઍકિસમિલિયનને માર્સેલ્સમાં થોડું વધુ રોકાવાનું કહી કાઉન્ટ એકલા ઇટાલી જઈ આવવા આગબોટમાં બેસી માર્સેસ છોડવું