________________ દ્વયુદ્ધ 215 કાઉટે તેને ફરીથી ઊભી કરી અને પછી ગુસ્સાથી ભભૂકી ઊઠીને કહ્યું, “તમે મને એ શાપિત વેલાને છુંદી નાખવાની ના પાડો છો ? એ તો ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા જેવું થાય; કારણ કે ઈશ્વરે મને એ દુષ્ટોને સજા કરવા જ એ દોજખમાંથી જીવતે બહાર કાઢ્યો છે અને સર્વ પ્રકારનાં સાધનોથી સુસજિજત કર્યો છે. એ લોકોને સજ ન કરવી, એ મારે માટે અશક્ય વસ્તુ છે, બા!” હું તમને એડમંડ કહું છું, તમે મને મર્સિડીસ કેમ નથી કહેતા?” - “મર્સિડીસ? હા, મર્સિડીસ! પ્રભુ જાણે છે એ નામ મેં મારી જીલોથી 14 વર્ષમાં એક ક્ષણ પણ મુક્યું હોય તે! એ નામને આધારે જ મેં એ અંધારા ઘર દિવસે કાપ્યા છે, તથા એ નામ લઈને જ મેં તેનાથી મને છુટા પાડનારાઓ ઉપર વેર લેવાના કારમા શપથ લીધા છે. માટે મર્સિડીસ! મને મારું વેર લેવા દે !" પોતાને માટે ટુંકારાભર્યા અને વહાલભર્યા એ શબ્દો કાઉંટને એ આટલે વરસે ફરી સાંભળતાં મર્સિડીસના મોં ઉપર ક્ષણભર મેક પ્રકારની કતાર્થતાનો આનંદ છવાઈ રહ્યો. પરંતુ તરત તે બોલી ઉઠી: “ભલે, એડમંડ! તમે વેર લેજો ! ફર્નાન્ડ ઉપર લેજે, મારી ઉપર લેજે, જે કોઈ અપરાધી છે તેમની ઉપર લેજો; પણ મારા નિરપરાધી પુત્ર ઉપર ન લેશો.' મોન્ટેક્રિસ્ટોએ એ સાંભળી પોતાનું માથું બે હાથ વચ્ચે સખત રીતે ભીડી એક લાંબો નિસાસો નાખ્યો. કારણ કે. હૃદયુદ્ધમાં આલ્બર્ટને ન મારવો એટલે તેને હાથે પોતે મરવું! મર્સિડીસ પુત્રના જીવનના બદલામાં પોતાનું જીવન માગી રહી હતી! ઍડમંડ!' મસિડીસે તેને વિચારમાં પડેલ જોઈ કહેવાનું ચાલુ રાખ્યું, “તમારું નામ મારા હૃદયમાં લગભગ દેવને સ્થાને છે. મે. નામ મારે માટે બહુ અમૂલ્ય - ઉજજવળ વસ્તુ છે. મારી પ્રાર્થનામાં