________________ પડકાર: 205 ચેરમેને ત્યાર બાદ કાઉંટ મોર્સને પોતાના બચાવમાં તથા આ સાક્ષી વિશે કંઈ કહેવું હોય તે કહેવા જણાવ્યું. પરંતુ તે તો બેબાકળો બની, પિતાને કપાળે વળી આવતો પરસેવો જ લૂછતા લૂછતો શૂનમૂન થઈ ઊભો રહ્યો. ત્યાર પછી પિતાને શ્વાસ રૂંધાતો હોય તેમ પોતાનો ડગલે ઉતાવળે કાઢી નાખી, નીચે ફેંકી, ગાંડાની પેઠે ચેમ્બરના ઓરડાની બહાર દોડી ગયો, અને પિતાની ગાડીમાં બેસી ઘર તરફ હંકારી ગયો. કમિટીના સભ્યોએ, પછી, ચૅરમૅનના પ્રશ્નના જવાબમાં કાઉંટ મૉર્કને એકી અવાજે વિશ્વાસઘાતી, સ્વામીદ્રોહી અને કલંકિત જાહેર કર્યો. પડકાર ! આલબર્ટ પોતાના મિત્ર બ્યુશંપને મુખે આ બધી હૃદય કંપાવી નાખનારી પિતાના કલંકની વાત સાંભળીને ઊંડા વિચારમાં ડૂબી ગયો. થોડી વાર બાદ અચાનક ઝબકીને તે બોલ્યો, “ભાઈ ! હવે મારી જિંદગીમાં જીવવા જેવું કંઈ બાકી રહેતું નથી. કાઉંટ મોર્ફની (તેણે પિતા” શબ્દ ન વાપર્યો, તે બુશેપના લક્ષમાં આવ્યા વિના રહ્યું નહિ,). આ બદનામીએ આખા કુળના મોં ઉપર શાહી રેડી દીધી છે. મારે માટે તે હવે એક જ કામ બાકી રહે છે. જે માણસે આ રીતે દુશમનાવટ દાખવી છે, તેને શોધી કાઢવાનું. કાં તે તે મને મારી નાંખે, અથવા હું તેને ખતમ કરીશ.' બુલ્સેપે તેને સમજાવીને કહ્યું, “હવે પહેલાંને જમાનો રહ્યો નથી, કે જ્યારે બાપનું કલંક બેત્રણ પેઢી સુધી તેનાં સંતાનોને છોડવું નહિ. હવે તે બાપનાં કરતૂક માટે ભાગ્યે કોઈ તેના સંતાનને જવાબદાર ગણતું હોય. તું શ્રીમંત છે તથા જુવાન છે; એટલે બે કે ત્રણ