________________
પૅરિસમાં આગમન
૧૧૭
પણ ફર્નાન્ડ અથવા કાઉન્ટ મૉર્સર્ફ અને મર્સિડીસના એકના એક વહાલા પુત્ર આલ્બર્ટના આગ્રહભર્યા નિમંત્રણથી જ મૂકયો હતા!
આલ્બર્ટા ભેટો તેને રોમના વિશ્વવિખ્યાત કાર્નિવલ ઉત્સવ દરમ્યાન થયા હતા. આલ્બર્ટ પોતાના મિત્ર ટ્રાન્ઝદ' એપિને સાથે એ ઉત્સવના આનંદ-પ્રમોદમાં ભાગ લેવા રોમ આવ્યા હતા. તે ઉત્સવ દરમ્યાન કોઈ રોમન સુંદરી સાથે પ્રેમ-પ્રકરણ ઊભું કરવાના તેને વિચાર હતા. વાન્ગા નામના પ્રખ્યાત રોમન લૂંટારુની પત્ની તે ઉત્સવમાં ભાગ લેવા આવી હતી. આલ્બર્ટ અજાણમાં તેની સાથે પ્રેમ કરવા ગયા. વાન્ગાએ તે વખતે તેને સિફતથી ઉપાડયો અને રોમથી થાડે દૂર સંતાનાં કૉફિન માટેની સેંટ સેબાસ્ટિયનની જૂની ભૂગર્ભ-ગુફાઓમાં આવેલા પોતાના અડ્ડામાં કેદ કર્યો.
પછી આલ્બર્ટના છુટકારા માટે વાન્ગાએ મેાટી રકમની માગણી આલ્બર્ટના મિત્ર એપિને ઉપર લખી માકલી. એપિને પાસે તેટલી રકમ હાજર ન હતી. એટલે પેાતાની પેઠે ઉત્સવ જોવા માટે એ જ હોટેલમાં આવીને ઊતરેલા કાઉન્ટ મેાન્ટ-ક્રિસ્ટો પાસે તેટલી રકમ ઉછીની માગવા તે ગયા. પરંતુ વાન્ગા ઘણી વાર કાઉન્ટના ઉપકાર નીચે આવી ગયેલા હોવાથી, કાઉન્ટે તરત જ જાતે જઈને, આલ્બર્ટને તેની કેદમાંથી છેડાવી દીધા.
આલ્બર્ટે રોમમાંથી પાછા ફરતી વખતે કાઉન્ટને પૅરિસ પાતાને ત્યાં પધારવા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. કાઉન્ટ પણ તે નિમંત્રણમાં ઈશ્વરના આદેશ જોઈ, ત્રણ મહિના બાદ ૧૮૩૮ના મે મહિનાની ૨૧મી તારીખે જ્યારે પૅરિસ આવ્યા, ત્યારે આલ્બર્ટને આપેલું વચન યાદ કરીને, મુસાફરીના વાહનમાં તે સીધા આલ્બર્ટને ઘેર જ પ્રથમ આવ્યા.
જોકે, દરમ્યાન મેાન્ટ-ક્રિસ્ટો માટે પૅરિસમાં પહેલેથી જ ઑટીલ તરફ જવાના માર્ગ ઉપર શેપ્સ એલીસી વિસ્તારમાં એક સુંદર મકાન