SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. આશા અને ધીરજ અટકાવવામાં જેનો સ્વાર્થ હોઈ શકે, એવો કોઈ માણસ નું કલ્પી શકે છે?” “હા, મર્સિડીસને જાતભાઈ ફર્નાન્ડ નામે એક જુવાનિયો તેને ગાંડાની પેઠે ચાહતો હતો.' તેણે આ કાગળ લખ્યો હોય એમ હું માની શકે છે?' એ તે કેટલા જાતિનો માણસ છે; કલમને બદલે કટારથી કામ લેવાનું જ વધુ પસંદ કરે. ઉપરાંત મારી ઉપરના આરોપમાં લખેલી વિગતેમાંથી કશાની જાણ ફર્નાન્ડને કોઈ રીતે હોવાનો સંભવ નથી.' તે પછી આ કાવતરું ડેલર્સનું છે, એમાં મને શંકા નથી. પણ જરા થોભ; ડેન્ડલર્સ અને ફર્નાન્ડ વચ્ચે કશી ઓળખાણ હતી ?' ના, જરા પણ નહિ, પરંતુ, ખરે જ જુએ, જુઓ, મારા લગ્નના આગલા દિવસે સાંજે મેં તેમને લા-રિઝર્વ હોટેલના બહારના બાંકડા ઉપર ભેગા બેઠેલા જોયા હતા. તે બંને ગંભીરતાથી વાત કરતા હતા અને ફર્નાન્ડ બહુ ઉશ્કેરાયેલો તથા ફીકો પડી ગયેલો દેખાતે હતે.” “તે બે એકલા જ હતા?” ના. કેડો નામનો અમારો પાડોશી પણ તેમની સાથે હતો; પણ તે દારૂ પીને છેક જ ટૅ થઈ ગયેલો હતો. તેણે જ એ બેને ભેગા કરાવી આપ્યા હોય, એવું બનવાને ઘણો સંભવ છે, કારણ કે, એ બંનેને પરિચિત હતો. અને જુઓ, જુઓ, મને બરાબર યાદ આવે છે; તે બધા બેઠા હતા ત્યાં સામે ટેબલ ઉપર કલમ, શાહી અને કાગળ પણ પહેલાં હતાં. બદમાશ, કુત્તાઓ! હવે મને બધું બરાબર સમજાય છે. પોતાની જાતને સહીસલામત રાખવા ડેગ્લસે ડાબા હાથે કાગળ લખેલો અને મર્સિડીસને કારણે મારા ઉપર દાઝે બળતા ફર્નાન્ડને સમજાવી, તેની મારફતે એ કાગળ કોટવાળને પહોંચાડે.” “બરાબર, હું પણ એમ જ માનું છું. તારા એ મિત્રોની
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy