SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શેદ ઈફ પણ આ જુવાનિયો નાઇરટિયરનું નામ જાણે છે તેનું શું? નોઈરટિયર વિલેફોર્ટના પિતા જ છે, એ અત્યારે તે જાણતો હોય એમ લાગતું નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ વાર તે નહીં જ જાણે, તેની શી ખાતરી? એટલે આ જુવાનિયાને છોડી મૂકવાનું તે હવે બને જ નહિ. ભલે તેને ફાંસીને લાકડે ન જવા દેવો; પરંતુ દુર એકાંતમાં એવી અંધારી જનમકેદમાં ધકેલી દેવો જોઈએ કે જ્યાં તેને મોંએથી કોઈ કદી નેઇરટિયરનું નામ સાંભળવા જ ન પામે! અને સાંભળે તો પણ કશી પંચાત ન કરે! વિલેફૉર્ટે હવે ચાલાકીથી કામ લેવા માંડ્યું. ડાન્ટેના પિતાના જ હિતને ખાતર આવશ્યક છે એમ કહી, તેણે તે કાગળ ત્યાં ને ત્યાં બાળી નાખ્યો; તથા તે કાગળ નો ઈરટિયરને પહોંચાડવાનું હતું તે વાત કદી મેએ ન લાવવાની ડાન્ટને તાકીદ આપી. પછી થોડી વારમાં તેને છેડી દેવાની ગોઠવણ પૂરી થાય ત્યાં સુધી તેણે ગુપચુપ પોલીસ સાથે ચાલ્યા જવું, એવી સલાહ આપી. શેટો દ ઈફ વિલેફૉર્ટના શબ્દો ઉપર વિશ્વાસ રાખતા અને હરઘડીએ બંધનમાંથી મુક્ત થવાની આશા રાખતા ડાન્ટેને પાછલે પહોરે ચાર વાગ્યે અંધારી કોટડીમાં પૂરવામાં આવ્યો. ત્યાર પછી રાતના દશ વાગ્યે જ્યારે તે નિરાશ થવાની અણી ઉપર હતું, ત્યારે અચાનક તેની કોટડીનું બારણું ઊઘડ્યું અને કડક ચોકીપહેરા હેઠળ એક બંધ ગાડીમાં બેસાડી તેને દરિયાકિનારે લઈ જવામાં આવ્યો. ત્યાં એક હોડીમાં, ઉઘાડી બેયોનેટવાળા સૈનિકો વચ્ચે તેને બેસાડી, હોડી હંકારી મૂકવામાં આવી. ડાન્ટને આ હિલચાલનું કશું પ્રયોજન સમજાયું નહિ. તેણે એકબે વખત પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને કડક જવાબ મળ્યો કે, તારી સાથે કશી વાતચીત કરવાની અમને મનાઈ છે.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy