________________
૧૧૬
આશા અને ધરજ વાત એમ બની હતી કે, વહાણ આગળથી જ જકાતખાતાના એક જાસૂસે છૂપી રીતે બટુંકિયોને પીછો પકડયો હતે. બટુકિને કેડરોના ઢાળિયામાં સંતાતો જોઈ, તે હવે તોફાનની રાતે ત્યાં જ રહેશે એમ માની, તે બીજા સૈનિકો અને અમલદારોને બોલાવી લાવ્યો હતો.
બબે જણનાં ખૂન કરનાર તરીકે બટુંકિયોને મોતની સજા થઈ. પરંતુ વીશીનો માલિક કૅડરો લાપત્તા હતા; એટલે તે પકડાય નહિ ત્યાં સુધી, અથવા એબ બુસેની આવી કેડરોને હીરો આપ્યાની વાતની ખાતરી કરાવી ન આપે ત્યાં સુધી, શકનો લાભ આપી પોતાને જીવતો કેદમાં જ પૂરી રાખવા બટુંકિયોએ ભારે આજીજી કરી. ન્યાયાધીશ ધાર્યા કરતાં વધુ ભલો માણસ નીકળ્યું અને તેણે તેની આજીજી મંજૂર રાખી.
નસીબજોગે ત્રણ મહિના અને પાંચ દિવસ બાદ, એટલે કે આઠમી સપ્ટેબરે એબ બુસોની ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા. હીરાની તથા ખૂનની વાત સાંભળી તેમણે કેદખાનામાં આવી બટુંકિયોની મુલાકાત લીધી.
બર્ટકિયોએ બનેલી બધી વાત તેમને સોગંદપૂર્વક કહી સંભળાવી. તેણે કહેલી વાતની સચ્ચાઈ ઉપર એબ બનીને ભરોસે બેઠે, અને બની શકે તે તેને છોડાવવાનો પ્રયત્ન કરવાનો પોતાનો નિશ્ચય તેમણે તેને જણાવ્યો.
એબ બસોનીનું માયાળુ અને પ્રભાવશાળી વર્તન જોઈ, બટુંકિયોએ તેમને કહ્યું, “બાપજી, કેડર જીવતે ન પકડાય ત્યાં સુધી આ આરોપમાંથી મારો છુટકારો કદાચ ન પણ થાય; અને છેવટે મારે ફાંસીને લાકડે લટકવું જ પડે. એટલે મેં કરેલા એક ખરા ખૂનની કબૂલાત તો આપની આગળ હું મરતા પહેલાં કરી જવા ઇચ્છું છું. પ્રભુ, પાસે આપ મારા એ પાપની માફી માટે પ્રાર્થના કરજો.”
એટલું કહી તેણે નીચેની લાંબી કહાણી બાવાજીને કહી સંભળાવી.