________________
કંડરા હીરા વેચે છે
૧૧૫
પરંતુ એટલામાં તે વીજળીના એક ભયંકર કડાકા થયા અને તે સાથે બારણા ઉપર ઘેરથી ટકોરા પડયા.
કૅડરોએ પૈસા ટેબલ ઉપરથી સમેટતાં સમેટતાં જરા ગભરાઈને બૂમ પાડી, ‘ કોણ ?’
'
પેલા ઝવેરી જ બહારના તોફાનમાં જવું અશકય માની, પાછા ફર્યો હતો. કેડરોની સ્ત્રીના માં ઉપર થઈને એક ભયંકર હાસ્ય પસાર થઈ ગયું.
મેડી રાતે જ્યારે બધાં જંપી ગયાં, ત્યારે ઢાળિયામાં જ થાકીને ઘસઘસાટ ઊંઘી ગયેલા બુકિયા ઉપલે માળ એક પિસ્તોલના અવાજ સાંભળી જાગી ગયા. તરત તેણે બાકામાંથી વીશીની અંદર નજર કરી.
કૅડરો ઉતાવળે ઉતાવળા દાથી નીચે ઊતર્યો! તેણે હીરાની દાબડી ગજવામાં સાચવીને મૂકી અને કબાટમાંથી ૪૫ હજાર ફ઼ાંકની પાટલી પણ કાઢીને કપડાંમાં છુપાવી દીધી. પછી બારણું ઉઘાડી તે બહાર અંધારામાં અલાપ થઈ ગયા.
બટુકિયાને આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ. તેને ઉપર કોઈના ઊંહકારા સંભળાતા હતા. કોઈની કંઈ સારવાર થઈ શકે તેમ હોય તે તે કરવા ઉતાવળથી તે ઘરની અંદર પેઠા. દાદર ચડતાં જ કેડરોની સ્ત્રીનું શબ તેના પગમાં અથડાયું. તેના ગળામાંથી ગેાળી પસાર થઈ ગઈ હતી અને તે કયારની મરી ગઈ હતી. પછી તે ઝવેરીની પથારીવાળી ઓરડીમાં દોડયો. ત્યાં ચારે તરફ બધું રમણભમણ પડેલું હતું અને પથારીની બહાર ઝવેરી ઢગલા થઈને પડયો હતા. તેને છાતીમાં ઊંડા ઘા પડેલા હતા અને લેહી ધડધડાટ નીકળતું હતું.
બકિયા ઝવેરી માં જીવ છે કે નહિ તે તપાસતા હતા, તેટલામાં જ નીચે સૈનિકોની દે।ડધામ સંભળાઈ. થે।ડી વારમાં જ જકાતખાતાના અમલદારો થેડાક સૈનિકો સાથે ઉપર ચડી આવ્યા અને તેમણે બકિયાને ગિરફતાર કર્યો.