SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આશા અને ધીરજ વેલેન્ટાઈન ઍકિસમિલિયનને આ બધી હકીકત કહી સંભળાવતી હતી, અને હવે શું કરવું એ પૂછતી હતી, તે વખતે જ મૅડમે કાઉન્ટને મળવા તેને બોલાવી હતી. ૩૧ ટીલમાં મિજબાની બૅન ડેગ્લર્સની પત્ની મૅડમ ડેલર્સના ખેલ ન્યારા જ હતા. જુવાની દરમ્યાન તેને પ્રથમ પતિ જીવતે હતો ત્યારે જ વિલેફૉર્ટ સાથે તેને ગુપ્ત પ્રેમપ્રસંગ ચાલુ હતો. એક વખત તેના પતિને નવ મહિના બહારગામ જવાનું થયું. જ્યારે તે પાછો આવ્યો, ત્યારે મૅડમને છ મહિના ચડ્યા હતા. પતિને મૅડમનાં છાનાં ચરિતર સમજાઈ ગયાં, પરંતુ વિલેફૉર્ટ જેવા સત્તાધારી માણસ સામે બીજું કંઈ થઈ શકે તેમ ન હોવાથી, તેણે આપઘાત કર્યો. વિલેફોર્ડે તરત તે ઑટીલમાંના પોતાના સસરાના મકાનને બીજે નામે ભાડે રાખી, મૅડમને ત્યાં રાખી. યથાકાળે જ્યારે તેને પ્રસવ થયો, ત્યારે પિતાના વ્યભિચારના એ જીવતા પુરાવામાંથી મુકત થવા વિલેફૉર્ટ મૅડમને એમ જણાવ્યું કે, “બાળક મરેલું જ અવતર્યું છે.' પછી તે બાળકને એક પેટીમાં મૂકી તેણે જીવતું જ બગીચામાં દાટી દીધું. પરંતુ ફાવે તેવી ચાલાકીથી ગુપ્ત રાખવા ધારેલાં પાપ, છેવટે પ્રગટ થયા વિના રહેતાં નથી, એ પાઠ વિલેફૉર્ટને હજુ હવે શીખવો પડવાને હતે. વિલેફૉર્ટ બાળકને દાટતે હતો, તે દરમ્યાન તેના ઉપર બટુંકિએ કરેલા પ્રાણઘાતક હુમલામાંથી તે બચી ગયો અને થોડી વારે
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy