SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્નની મિજબાની પણ એટલામાં શ્રી. મૉરેલ મારતે ઘોડે પાછા આવી પહોંચ્યા. સૌ તેમને વીંટળાઈ વળ્યાં. શ્રી. મૉરેલનું માં પડી ગયું હતું. તેમણે એટલું જ કહ્યું કે, ‘વાત ધાર્યા કરતાં વધુ ઊંડી નીકળી છે; અને નેપેાલિયન બાનાપાર્ટના મળતિયાઓના કાવતરામાં મદદનીશ હાવાના ડાન્ટે ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે.' ૨૧ મર્સિડીસ આ સાંભળતાં જ ચીસ પાડીને નજીકની ખુરશીમાં ફસડાઈ પડી. કૅડરોએ તરત ડૅન્ગ્લર્સના કાનમાં કહ્યું, ‘તું મને છેતરે છે; ગઈ કાલ રાતના તારા કાવતરાનું જ આ બધું પરિણામ છે, એ હવે મને ચેોખ્ખું દેખાય છે. પણ હું એક બિચારા બુઢ્ઢાને કે એક નિર્દોષ છોકરીને તારા વાંકે રિબાઈને મરવા દેવાને નથી; હું હમણાં જ જઈને બધું કહી દઉં છું.' · ગધેડા, તારામાં એટલી બધી અક્કલ હાય તે। જા; ડાન્ટે સીધા રસ્તા છેાડી, એલ્બા ટાપુએ વહાણ લઈ ગયા હતા, એ તો ઉઘાડી વાત છે. અને તેની પાસેથી જો કંઈક ગુના સાબિત થાય તેવું કાગળિયું મળ્યું હશે, તો તે તે મરશે જ, પણ સાથે તેની વહારે ચડનાર તારા જેવા હૈયાફૂટા પણ મરશે. તું જોતા નથી કે, શ્રી. મૉરેલ પણ કેવા ઠંડા થઈ ગય! છે ! વહાણ પણ તેમનું અને ડાન્ટે પણ તેમને નાકર; એટલે તેમને જ કાંઈ છાંટા ન ઊડે તેા બસ !' કૅડરોની અક્કલ મૂંઝાઈ ગઈ. તે માત્ર એટલું બાલ્યા, ‘આવા દગા-ફટકાની સજા તમને બેને પણ છેવટે બમણી-તમણી ભાગવવી ન પડે, તે મને યાદ કરજો.' સૌ કોઈ હવે દુ:ખી ચિત્તે વેરાવા લાગ્યાં. ગભરાઈ ગયેલી મર્સિડીસના ફર્નાન્ડ એકમાત્ર મિત્ર તથા વાલી બની રહ્યો. તે તેને સમજાવીને સંભાળપૂર્વક ઘેર પાછી લઈ ચાલ્યા. મર્સિડીસ હૈયાફાટ રુદન કરતી તથા લથડિયાં ખાતી પરાણે ચાલતી હતી.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy