________________ પડકાર! 21 મિ ઉપર પિતાના હાથના મોજાને ઘા કરવા જતો હતો, પણ મૅકિસમિલિયને તેનું કાંડું પકડી લીધું. કાઉન્ટ સહેજ નમીને તેના હાથમાંથી તેનું મોજું લઈ લીધું અને ઠંડે પેટે કહ્યું: ‘તમારો પડકાર હું સ્વીકારું છું. અને તેને યોગ્ય જવાબ તમે જણાવશો ત્યાં અને તે રીતે હું પાછો વાળીશ.” આલ્બર્ટના મિત્રો તે કંઈ વધુ અવિચારી ન બોલે કરે એ માટે જલદી તેને બહાર ધકેલી ગયા. મૅકિસમિલિયને તરત બૉકસનું બારણું અંદરથી બંધ કરી દીધું. થોડી વારે બ્યુશેપ બારણું ઉઘડાવી અંદર પાછો આવ્યો અને હૃદયુદ્ધનું સ્થળ તથા સવારના આઠ વાગ્યાને સમય કહી ગયો. ઠંદ્રયુદ્ધનું સાધન પસંદ કરવાને હક અપમાનિત તરીકે કાઉન્ટને કહેવાય, પણ તેણે તે પસંદગી પણ આલ્બર્ટ ઉપર છોડી. બ્યુશંપે જણાવ્યું કે, આલબર્ટને પિસ્તોલ પસંદ છે! ન્યૂશેપ ગયો એટલે કાઉન્ટ ઍકિસમિલિયનને પૂછયું, “હંદુયુદ્ધના મેદાન ઉપર મારા સાથી તરીકે તમે હાજર રહેશે જ એમ હું માની લઉં છું.” ' “અવશ્ય; પણ આ ઝઘડાનું ખરું કારણ શું છે તે મને સમજાતું નથી.” “હેદીએ આબર્ટના બાપ સામે જબાની પૂરી, અને તે મારે ત્યાં રહે છે, એ કારણ ઉઘાડું છે!” “પરંતુ તેટલા માટે આલ્બર્ટ તમારી સાથે આમ તંદ્વયુદ્ધ લડવા શું કામ તૈયાર થાય? તમને જ અત્યાર સુધી તે પોતાના પરમ મિત્ર અને હિતેષી માનતો આવ્યો છે!' ખરું કારણ આલ્બર્ટ પણ નથી જાણતે. માત્ર હું અને મારો ઈશ્વર જ જાણે છે. પરંતુ તમને હું એટલી ખાતરી આપું છું કે, સર્વ જાણનાર ઈશ્વર આપણા પક્ષમાં જ છે.”