________________
આશા અને ધીરજ કોથળામાંથી કાઢી પોતાની ઓરડીએ લઈ આવ્યો અને પોતે એ કફનમાં પેસી ગયો!'
બહુ ભારે હિંમત કરી કહેવાય !”
હાસ્ત; એ બહુ ભયંકર માણસ હતે એ પહેલેથી જ કહ્યું છે ! પણ પછી જ્યારે તેને પગે ૩૬ રતલને ગોળો બાંધીને દરિયામાં ફેંકવામાં આવ્યો, ત્યારે તેનું મોં ખરેખર જોવા જેવું થયું હશે! કારણ કે શેટો દ ઈફમાં મડદાને દાટવામાં નથી આવતાં પણ તેમને જળશધ્યા જ કરાવવામાં આવે છે.’ આટલું કહી ઇન્સ્પેકટર સાહેબ ખરેખર જોરથી હસી પડ્યા.
અર્થાત્ એ કદી ડૂબી મૂઓ, એમ જ ને?' પેલા અંગ્રેજે પૂછયું.
ચોક્સ; અને પૂરતી ખાતરી કર્યા પછી એના મૃત્યુને લગતાં કાગળિયાં પણ પાકાં થઈ ગયાં છે. તે ઠીક, આપને એબ ફેરિયાને લગતી વિગતે જેલના રજિસ્ટરમાંથી જોવી છે, એમ ને? તો આપ જરા મારા પુસ્તકાલયના એરડામાં આવશે. ત્યાં ટેબલ ઉપર બેસી આ૫ નિરાંતે તે વર્ષનું રજિસ્ટર જોઈ શકશો.'
પેલો અંગ્રેજ એબ ફેરિયાનું પાનું શોધવાને બદલે કોણ જાણે શાથી એડમંડ ડાટેનું નામ કાઢીને તે ભાગ જ વાંચવા લાગ્યો. તેમાં સૌથી ઉપર ડેગ્લસેં ડાબે હાથે લખેલો કાગળ જુદો વળગાડેલો હતો, તે તેણે શાંતિથી કાઢી લીધો અને ખીસામાં મૂક્યો. પછી ડાન્ટ ઉપરના આક્ષેપોની તપાસને ભાગ વાંચતાં તેને માલુમ પડયું કે તેમાં નાઇરટિયરનું નામ સરખું આવતું નહોતું.