SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ જેલનું રજિસ્ટર ૯૫ પાસે જેલોનું રજિસ્ટર હેય, તે તેમાં રોમના એક પાદરી બાવા, કે જેમની પાસે હું શેમમાં હતો ત્યારે તાલીમ લેતે હતા, તેમની કેટલીક ખબર જાણવી છે. તે અચાનક અલોપ થઈ ગયા હતા, ત્યાર પછી મને ખબર મળી છે કે, તેમને શેટો દ ઈફમાં કેદ પૂરવામાં આવ્યા હતા. મારે તેમના મૃત્યુને લગતી વિગતે જાણવી છે.' મારી પાસે છેલ્લાં ચૌદ વર્ષનું રજિસ્ટર મેજૂદ છે. એ બાવાજીનું નામ શું હતું?' “એબ ફેરિયા.' “ઓહો, એ વ્યક્તિને હું બરાબર ઓળખું છું. પોતે એક મોટા ગુપ્ત ખજાનાને ભેદ જાણો હોવાની ઘેલછા તેને હતી. ગયા ફેબ્રુઆરીમાં – પાંચ છ મહિના પહેલાં જ તે ગુજરી ગયો.” વાહ સાહેબ, આપને તારીખ વાર બહુ સારી રીતે યાદ રહેતાં લાગે છે.” મને એ માણસ અંગેની માહિતી ખાસ યાદ હોવાનું કારણ એ છે કે, તેના મૃત્યુ સાથે એક વિચિત્ર હકીકત સંકળાયેલી છે. એ બાવાજીના ભોંયરાથી ૪૦-૫૦ ફૂટ દૂર નેપોલિયનના એક પક્ષકારને પણ પૂરવામાં આવ્યો હતો. તે બહુ જલદ અને ભયંકર કેદી ગણાતો હતું. તેણે બાવાજીની ખોલી સુધી અને તેથી પણ આગળ સુધી ભૂગર્ભમાં એક રસ્તો ખોતરી કાઢયો હતો. તે બન્ને નાસી પણ છૂટયા હેત; પરંતુ બાવાજીને અચાનક લકવાનો હુમલો આવ્યો અને તે મરી ગયા.' એટલે પછી એ કેદીઓની નાસી છૂટવાની યોજના પડતી જ મુકાઈ હશે?' ‘પેલા મરી ગયેલા બાવાજીની બાબતમાં તો હા; પણ પેલા ડાન્ટેએ તે બાવાજીના મૃત્યુને જ લાભ લઈ નાસી છૂટવાનો એક વિચિત્ર બેત રચ્યો. તે એમ માનતો હશે કે શેટ દ' ઈફમાં મડદાને દાટવામાં આવતાં હશે, એટલે તે બાવાજીના શબને તેમના કફનના
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy