________________
૨૨
પાંચમી સપ્ટેમ્બર મોરેલ કંપનીમાં જ્યાં પહેલાં જાહોજલાલીને અને કામકાજની ધમાલને ઘોંઘાટ ગાજતે રહેતે, ત્યાં હવે કાગડા ઊડતા હતા. માત્ર ઇમેન્યુએલ નામના ચોવીસેક વર્ષને જુવાનિયો અને કોકલ્સ નામને એક આંખવાળો બુઠ્ઠો કોશિયર, એ બે જણા જ વફાદારીથી શ્રી. મોરેલને હજુ વળગી રહ્યા હતા. ઇમેન્યુએલ શ્રી મૉરેલની પુત્રીના પ્રેમમાં હતો, અને ઘણાના સમજાવ્યા છતાં પોતાની પ્રિયતમાના કુટુંબને દુઃખના દિવસમાં પડતું મૂકવા રાજી ન હતો.
Rાગોન જહાજ સફરેથી પાછું આવે, તેના ઉપર જ આ મહિનામાં ચૂકવવાની રકમની જોગવાઈને આધાર હતો. પરંતુ તે આશા હવે આશંકામાં બદલાતી જતી હતી; કારણ કે મોન સાથે જ ઊપડેલું બીજી કંપનીનું જહાજ એક પખવાડિયું થયાં આવી ગયું હતું, ત્યારે રાગોન ના કશા જ સમાચાર ન હતા!
એ પરિસ્થિતિમાં જ રોમની થૉમસન ઍન્ડ ફ્રેન્ચ કંપનીનો અંગ્રેજ મિનીમ શ્રી. મૉલને મકાને આવીને હાજર થયો. ઑફિસનાં તથા ઘરનાં સૌને જીવ એકી સાથે ઊંચો થઈ ગયો.
પેલા અંગ્રેજે શ્રી. મૉરેલને જણાવ્યું, “થોમસન એન્ડ ટ્રેન્ય કંપનીને ફ્રાન્સમાં ત્રણથી ચારેક લાખ ફૂાંકની રકમ આ મહિને ચૂકવવવાની છે. આપનું નામ અને પ્રતિષ્ઠા સાંભળીને તેમણે આપની સહીવળી બને તેટલી ચિઠ્ઠીઓ ખરીદી લીધી છે. તે ચિઠ્ઠીઓ જેમ જેમ પાકતી જાય, તેમ તેમ આપની સમક્ષ રજૂ કરી, મળેલા પૈસાનું બીજી
આ
- ૭