SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 203 આરેપ અને ચુકાદે કમિટીના સભ્યોએ નવાઈ પામી, તરત તે સાક્ષીને હાજર થવાની પરવાનગી આપી. તે સાક્ષી એક બુરખાવાળી સ્ત્રી હતી. તેની સાથે એક દાસી હતી. ચેરમૅને તેને પોતાની ઓળખ આપવાનું જણાવતાં તેણે પોતાને બુરખો ઊંચો કરી નાખ્યો તથા ધીમા, મધુર પણ મક્કમ અવાજે જણાવ્યું : હું પોતે અલી પાશાની અને તેમની માનીતી બેગમ વાસીલીકીની દીકરી વૈદી છું.' કમિટીના સભ્યો તેને સુંદર છતાં તેજસ્વી રાજવંશી ચહેરો જોઈને તથા તેના શરીર ઉપરના થોડા પણ લાખની કિંમતના હીરાના શણગાર જોઈને છક થઈ ગયા. કાઉંટ મૉર્સ તો માથા ઉપર વીજળી તૂટી પડી હોય તેમ કાળો કણક થઈ ગયો. ચૅરમૅને તેને પૂરતા વિનયથી પોતાની વાતના ખરાપણા વિશે કંઈ પુરાવો હોય તો તે વિધિસર કમિટી સમક્ષ રજૂ કરવા વિનંતી કરી. તેણે તરત, પોતાની માતા ખ્રિસ્તી પંથની હોવાથી, પોતાના જલક્ષણ સંસ્કારનું મેસિડોનિયા અને એપિરસના વડા ધર્મગુરુનું સર્ટિફિકેટ બતાવ્યું, તથા વધુમાં તો પોતાને તેમ જ પોતાની માતાને પેલા દગાબાજ ફ્રેંચ અમલદારે જે ગુલામેના વેપારીને ચાર લાખ ફ્રાંકની કિંમત લઈ વેચી નાખ્યાં હતાં તેને વેચાણપત્ર રજૂ કર્યો. દસ્તાવેજ અરબી ભાષામાં હોવાથી ચૅમ્બરના અરબી ભાષા જાણતા એક ઉમરાવની રૂબરૂમાં સરકારી દુભાષિયાએ અનુવાદ કરી તેને આ પ્રમાણે વાંચી સંભળાવ્યો - ‘હું અલ કબીર, જહાંપનાહ સુલતાન મહમુદના હુકમથી કાઉંટ ઑફ મેન્ટેનક્રિસ્ટોને આ પહોંચ લખી આપું છું કે, તેમની પાસેથી આઠ લાખ કિંમતના એક રત્નના બદલામાં તેમને જહાંપનાહ સુલતાન પાસેની અગિયાર વર્ષની ખ્રિસ્તી બાંદી જેનું નામ હૈદી છે, તેને વેચી દઉં છું. એ હેદી યોનીનાના અલી પાશા અને તેમની માનીતી બેગમ વાસીલીકી ની પુત્રી છે. એ હેદી અને તેની મા બંનેને મરહૂમ
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy