SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ ત્રીજો હુમલે એકમાત્ર હકદાર છો. મને તેના ઉપર કશો હક નથી, કારણ કે તમારો હું કોઈ સગાસંબંધી નથી.' બેટા, તું જ મારો પુત્ર છે. પાદરી તરીકે મારે લગ્ન કરવાનું હોય નહીં; એટલે સંસારી રીતે મારે બીજો કોઈ વારસદાર નથી. મારી વૃદ્ધ તથા આખરી અવસ્થામાં તું જ મને ટેકારૂપ થઈ પડ્યો છે; તથા અજ્ઞાન અને બંધનની ઘેરી ભતા તેડવામાં મદદ કરીને હું જ વસ્તુતાએ તારો પિતા બન્યો છું.” ડાને એ સાંભળી, હૃદય ભરાઈ આવતાં, બાવાજીને કંઠે હાથ ભેરવી ડૂસકે ડૂસકે રડી પડ્યો. ત્રીજો હુમલો બાવાજીએ કદી મેન્ટે-ક્રિસ્ટો ટાપુ જો ન હતો, પરંતુ ડોન્ટે પોતાના વહાણવટા દરમ્યાન તેની પાસે થઈને ઘણી વાર આવ્યો ગયો હતો અને એક વાર તેનું વહાણ ત્યાં લાંગર્યું પણ હતું. તે ટાપુ કોર્સિકા અને એલ્બા ટાપુઓની વચ્ચે આવેલ હતું, અને માત્ર જવાળામુખી પર્વત જેવો શંકુ આકારનો એક ઊંચો ડુંગર જ તેમાં પથરાયેલો હતો. ડાન્ટને એ ખજાનાની સચ્ચાઈ વિષે હવે કદી શંકા રહી નહિ, પરંતુ ત્રણસો વરસ દરમિયાન કોઈ ને કઈ તે ટાપુ ઉપર ગયું જ ન હોય, અને તે ખજાને હજુ ત્યાં જ પડી રહ્યો હોય, એ વિશે તેને થોડી શંકા હતી ખરી. એબ ફેરિયાએ ડાન્ટને આખો પત્ર મોઢે કરાવ્યા બાદ, પોતે
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy