SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આશા અને ધીરજ ડાન્ટેએ બંદૂકનો દારૂ એક જગાએ ખાડો ખોદીને ભર્યો અને પલી મૂકી તેને સળગાવ્યો. તરત ધડાકા સાથે આખી શિલા ધણધણી ઊઠી અને ડાન્ટેએ તેને એક બાજુથી સહેજ ધક્કો આપ્યો કે ગબડતી ગબડતી તે દરિયાના પાણીમાં જઈને પડી. એ શિલાની જગાએ એક ચોરસ પથ્થર લોખંડના કડા સાથે દેખાયો. કડામાં લાકડું ભરવીને ઉચ્ચાલન કરતાં જ પથ્થર ઊંચો થયો અને અંદર એક બખોલ તથા પગથિયાં જેવું દેખાયું. આસપાસ કે દૂર દરિયામાં પણ વહાણ જેવું કંઈ છે કે નહિ એની ખાતરી કરી આવ્યા બાદ ડાન્ટ તેમાં ઊતર્યો. | ગુફા ખાલી હતી અને તેમાંથી આગળ જવાનું કઈ બારણું ન હતું. પરંતુ ડાન્ટને યાદ આવ્યું કે, કાગળમાં જણાવ્યા પ્રમાણે ગુફાઓમાં બે બાકોરાં કરેલાં છે. તેમાંના એક મારફતે તો તે અંદર પેઠો, એટલે બીજું બાકું કયાંક હોવું જોઈએ. તેણે પોતાની કોશ ચારે બાજુ ઠોકવા માંડી. અચાનક એક જગાએ કોશ પડતાં જ એક પોપડો ઊખડી પડયો. ત્યાં જ થોડા ઘા કરતાં અંદર પેસાય તેવી ખુલ્લી જગા થઈ ગઈ. એટલો ભાગ પોચા ચૂનાથી જ સીડી લીધેલો હતો. અંદરની બીજી ગુફા પણ તદ્દન ખાલી હતી! પણ ડાન્ટને કાગળના શબ્દો યાદ આવ્યા : “બીજી ગુફાના દૂરના ખૂણામાં.' ત્યાં ખોદતાં જ અંદરથી લોખંડના પટ્ટાઓવાળી લાકડાની મોટી મજૂસ તેને મળી.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy