________________
માર્સેલ્સમાં ખજાનામાંથી છેડા હીરા ભરી લઈ, ડાન્ટેએ પાછું બધું બરાબર બંધ કરવા માંડયું. પોતાની પાછળ બીજો માણસ અંદર પેસે તે તેને કશી જ નિશાની ન મળે એવું કરતો કરતો તે છેક બહાર આવ્યો. કડાવાળા પથ્થરને બરાબર ગોઠવી લઈ, તેણે તેના ઉપર માટી વાળી દીધી તથા જલદી ઊગતા વેલા લાવી તેના ઉપર વાવી દીધા.
છઠ્ઠ દિવસે જહાજ તેને લઈ જવા ત્યાં આવ્યું. ડારે તેમાં બેસી લૉઘન બંદરે ઊતરી ગયો. તેને ત્રણ મહિનાને કરાર હવે પૂરો થત હત. બંદરે ઊતરીને તે હીરામોતીને વેપાર કરતા એક યહૂદી ઝવેરીને ત્યાં ગયો. ત્યાં તેણે ચાર નાના હીરા પાંચ પાંચ હજાર ક્રાંકે વેચી દીધા. લુચ્ચા યહૂદીએ કશા અણગમતા સવાલ-જવાબ ન કર્યા; કારણ કે તેને દરેક હીરે એક હજાર ફ્રાંકને નફો મળતું હતું.
ડાન્ટેએ હવે એક નવું જહાજ ખરીદ્ય અને તેને જોઈતી સાધનસામગ્રીથી સુસજજ કર્યું. ત્યાર બાદ, જોઈતા ખલાસી-નોકર વગેરે રાખવા માટે પૂરતી રકમ સાથે, તેણે તે આખું જહાજ જેકને ભેટ આપી દીધું. ડાન્ટેએ એવી વાત ઉપજાવી કાઢી કે, પોતે સુખી ઘરનું સંતાન હતું, પણ ઘરવાળાઓ સાથે લડી-ઝઘડીને નાસી છૂટયો હતો. હમણાં ૉર્ન બંદરે આવતાં તેને ખબર મળી કે તેના અહીં રહેતા એક પૈસાદાર પરંતુ નાવારસ કાકા ગુજરી ગયા હતા અને તેને એકમાત્ર વારસદાર બનાવતા ગયા હતા !
આ૦ - ૬