________________
ટીલમાં મિજબાની ૧૫૧ કોઈ જાણતું ન હતું; પણ એડમંડ ડાન્ટને અકાળે દૂર કરવામાં પોતાના પતિને સાથ તથા શિખામણ આપનાર આ ડેગ્લર્સ જ હતું, એવી મર્સિડીસને ખાતરી હતી.
મેક્રિસ્ટોએ ડેબ્સર્સ ઉપરનો હુમલો બરાબર ગોડપી લીધો હતો. ગ્લર્સ સાથે બીજા દેશોની કેટલીક સધ્ધર ગણાતી શરાફી પેઢીઓને આંટ-હૂંડીનો સંબંધ તેણે બંધાવરાવ્યો હતો. ડેગ્યુર્સ પોતાનો વેપારસંબંધ વધતો જોઈ તથા તેમાં સારી પેઠે નફો થતો જોઈ રાજી રાજી થઈ ગયો; અને તેણે પેલી પેઢીઓની મોટી રકમની આંટ સ્વીકારવા માંડી. જેમ જેમ મોટી મોટી રકમોની આંટમાં ડેપ્લર્સ સંડોવાતો ગયો, તેમ તેમ કોઈ અદ્ભુત રીતે તે પેઢીઓ એક પછી એક ડૂબવા માંડી ! ડેગ્લર્સ આ અણધારી આપત્તિથી હડકાયા કૂતરા જેવો થઈ ગયો.
આ જ અરસામાં એક દિવસ મૅડમ ડેગ્લર્સને પોતાના પ્રિયતમ | ડિલ્વે મારફત ટેલિફોનનો એક વિચિત્ર સંદેશ મળ્યો. એ સંદેશ
સ્પેનની રાજક્રાંતિને લગતે હતો. એટલે ઝટપટ તેણે ડેગ્લર્સ પાસેના સ્પેનના બધા બૉન્ડવેચી કઢાવ્યા. એ બૉન્ડ થોડા મહિના પહેલાં ડેશ્વર પાસે તેને જ ખરીદાવ્યા હતા અને તેમાં છ લાખ ફ્રાંકનો નફો થયો હતો. હવે આ નવી ખબર પ્રમાણે ડેગ્યુર્સે એ બૉન્ડ વેચી કાઢવા માંડયા, એટલે તરત તેમને ભાવ વળી વધુ બેસી ગયો. છેવટના કેટલાક બોન્ડ તે ડેલર્સને મફત જેવા ભાવે જ કાઢી નાખવા પડ્યા. પરંતુ બીજે જ દિવસે છાપામાં ખબર આવી કે, “ટેલિફોનને સંદેશો સમજવામાં કે મોકલવામાં ભૂલ થઈ હોવાથી, સ્પેનની રાજ્યક્રાંતિ અંગે ખોટા સમાચારો મળ્યા હતા અને તેથી બજારમાં સ્પેનના બૉન્ડના ભાવોમાં ખોટી જ ઊથલપાથલ મચી ગઈ હતી, પરંતુ હવે એ સંદેશ ટો હોવાના સમાચાર આવ્યા છે, એટલે એ બૉન્ડનો ભાવ પાછો પહેલાં કરતાં પણ વધી ગયો છે ! ટેલિફોનને સંદેશો જે ઠેકાણેથી ખોટો મેકલાવા લાગે છે, તે ઠેકાણાનો ટેલિફોનવાળે માણસ ગઈ કાલથી લાપત્તા છે !
કહેવાની જરૂર નથી કે, એ ખેટા સંદેશા મોકલવા દેનાર ટેલિફોનના