SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આશા અને ધીરજ હિસ્સામાંથી અર્ધાઅર્ધ ભાગ ડિબેને આપતી. છ મહિનામાં તે તે બંનેના સહિયારા નફાની રકમ જ ૨૪ લાખ ફ્રાંક થઈ ગઈ! વાત એમ હતી કે, તે વખતે વીજળીથી ટેલિફોન-સંદેશા મોકલવાની અત્યારની શોધ થયેલી ન હતી. એટલે જુદી જુદી ટેકરીઓ ઉપર ખુલી નજરે દેખાઈ શકે તેવા થાંભલા ઉપર સિગ્નલ જેવા પાંચ છ હાથા મથાળે કલગીની પેઠે ફેલાયેલા રાખવામાં આવતા. તે જુદા જુદા હાથ નીચેથી દોરી વડે ખેંચીને કે ઊંચા કરીને નિશાનીઓ વડે ત્યારે માણસ આગળના થાંભલાવાળાને સંદેશો પહોંચાડત. તે થાંભલાવાળા આગળના થાંભલાવાળાને એ પ્રમાણે નિશાનીઓ કરતો – એમ એ સંદેશા પેરિસ પહોંચતા. રાજ્ય સરકારને પરદેશની અગત્યની રાજકીય માહિતી મળે, એ માટે મોટા ખર્ચે ગુપ્ત નિશાનીઓની આ વ્યવસ્થા ચાલતી. ડેન્ડલર્સ દંપતીને ઘરસંસાર આ પ્રમાણે અરસપરસ લાભને હિસાબે બાંને પક્ષની સમજૂતીથી ગોઠવાયો હતો. યુજેની જેમ જેમ મોટી થતી ગઈ, તેમ તેમ પોતાની માતાને આ બધો વ્યભિચાર સમજતી થઈ. તેને વિવાહ ડેપ્લર્સે પોતાના મિત્રા કાઉંટ મૉર્સના પુત્રો આલ્બર્ટ સાથે ગોઠવ્યો હતો, પરંતુ યુજેનીએ પોતે પોતાની આસપાસ જોવા મળતા ભ્રષ્ટ, સંસારી લગ્નસંબંધમાં જોડાવાને બદલે, કુંવારી રહી, સંગીતકળાને જ જીવન અર્પણ કરવાનો નિશ્ચય કર્યો હતો. તેને સંગીત-શિક્ષિકા તરીકે જે જવાન બાઈ મળી હતી, તે પણ એ જ સિદ્ધાંતની હતી. અને તે બે વચ્ચે નિકટને સખીસંબંધ જોડાયો હતો. આલ્બર્ટ અને તેની માતા કાઉન્ટેસ મૉર્સને ડેલર્સના કુટુંબ સાથેનો આ લગ્નસંબંધ પસંદ ન હતો. આલબર્ટ તો લહેરી તથા નફિકરા સ્વભાવનો જુવાનિયો હોઈ, તેને યુજેની જેવી ગંભીર પ્રકૃતિની કળાકાર પની સાથે આખું જીવન ગાળવાનું થાય, એ વસ્તુ જ કાયમી સજારૂપ લાગતી, ત્યારે કાઉન્ટેસને પહેલેથી જ ડેલર્સ તરફ તથા તેના કુટુંબ તરફ એક પ્રકારનો તીવ્ર અણગમો જ હતો. તેનું સાચું કારણ બીજું
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy